SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ . સામાજિક સ્થિતિ : ૧૫૯ મેઢ વણિકની જ્ઞાતિ પણ વિભિન્ન પેટાજ્ઞાતિઓમાં વિભાજિત બની હતી. તેમને આવા ભેદો અંગેની માહિતી પવપુરાણાંતર્ગત “ધર્મારણ્ય પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. મંડલીપુરના રહેવાસી વણિક મોઢ માંડલિયા” કહેવાયા છે.૩૮ ઓસવાળ જ્ઞાતિ : આ જ્ઞાતિનું નામ રાજસ્થાનના ઓસિયા નગર પરથી પડયું છે. અભિલેખોમાં એને ઉસવંશ, ઉકેશ, ઉપકેશ, ઓસવાલ જ્ઞાતિ વગેરે નામથી ઓળખવામાં આવી છે. ૩૮ શ્રીમાલનગરની વસતિએ ઉસનનગરમાં સ્થળાંતર કર્યું હતું. રત્નપ્રભસૂરિએ ઓસિયાનગરના રાજા ઉત્પલદેવને અને પ્રજાજનોને જૈનધન બનાવ્યા હતા. પિોરવાડ જ્ઞાતિ : ચૌલુક્યકાલીન લેખોમાંથી પિરવાડ જ્ઞાતિના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પિોરવાડ શબ્દ પ્રાગૂવાટ-પૂર્વ દિશા પરથી થયેલ ગણુય છે. વસ્તુતઃ “પ્રાગવાટ” મેવાડના એક પ્રાચીન વિભાગનું નામ હતું. ત્યાંના નિવાસીઓ જુદી જુદી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં પિતાના મૂળ નિવાસસ્થાનના કારણે “પ્રાગ્વાટ” કહેવડાવતા રહ્યા.૪૦ પરવાડ” કે “પરવાળ”ની વ્યુત્પત્તિના સંદર્ભમાં શ્રી સાંકળિયા જણાવે છે કે આ શબ્દ સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ “પ્રાગ્વાટ” શબ્દમાંથી ઉદ્ભવ્યું નથી, પરંતુ પિરિત્યવોડાણું” નામના શબ્દમાંથી ઊતરી આવ્યું હોય. “પોરવાડ”નું સંસ્કૃતમાં રૂપાંતર “પ્રાગ્વાટ” થયું જણાય છે. વળી પિરિયડાણ” અન્વયે કુલ અને વંશ જેવી સંજ્ઞાઓ પ્રાપ્ત થતી હોવાથી એ કઈ સ્થળ વિશેષનું નહિ, પરંતુ વ્યક્તિવિશેષનું નામ હોવાનું સંભવે છે અને મૂળ પુરુષના નામ પરથી જાતિને નામ પ્રાપ્ત થયું હોય. પરંતુ શ્રી મે. દ. દેસાઈના મત મુજબ બ્રાહ્મણની જેમ જ વણિકની મુખ્ય જ્ઞાતિઓ, જેવી કે શ્રીમાળી મોઢ તથા અનેક પેટાવિભાગો સ્થળ પરથી જ ઉત્પન્ન થયા છે, નહિ કે મૂળ પુરુષ પરથી.૪૨ સમય જતાં પોરવાડોમાં બીજા પણ બે ભેદ પડ્યા. જેઓએ સોરઠમાં વાસ કર્યો તે સોરઠિયા પોરવાડ અને જેઓ કંડોલ, (થાનસમીપ) સૌરાષ્ટ્રમાં રહેવા ગયા તેઓ “કપોળકે “કંડોલીયા” વાણિયાના નામથી ઓળખાયા. ચાલુક્યકાલ દરમ્યાન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રાગ્વાટ કુલના મહાનુભાવોને ફાળે અનેક રીતે નોંધપાત્ર છે. ઠફકુર નિન્નાના કુટુંબમાં મહાપતિ નેઢ, દંડપતિ વિમલ, સચિવ ધવલ આનંદ, સચિવ પૃથ્વીપાલ, વગેરેએ ગુજરાતની ભારે સેવા કરી હતી.૪૩ આ જ્ઞાતિના વસ્તુપાલ-તેજપાલે કરાવેલાં દેવાલ અને જનસમાજને ઉપયોગી
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy