SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રાત ૧૨૯ (૧૨) મેદપાટમડલ ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૬–૭)ના તામ્રપત્રમાં આ મંડલને ઉલ્લેખ થયેલ છે. ૨૧ આ મંડલનું વડું મથક આઘાટ (આહાડ) હતું. આઘાટ અત્યારે ઉદેપુર પાસે આવેલું છે. (૧૩) ભિલમાલમંડલ - વિ. સ. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજના તામ્રપત્રમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. આ મંડલનું મુખ્ય મથક ભિલ્લમાલ હતું. અત્યારે એ ભીનમાલ તરીકે ઓળખાય છે. ભીનમાલ એ રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આબુની ઉત્તર-પશ્ચિમે શિરેહીની પશ્ચિમે તથા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ઉત્તરે આવેલું છે. (૧૪) સત્યપુરમંડલ કુમારપાલના રતનપુરના શિલાલેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના તામ્રપત્રના આધારે જણાય છે કે આ મંડલ ભિલ્લમાલમંડલની દક્ષિણ-પશ્ચિમે આવેલું હતું. આ મંડલનું મુખ્ય મથક જયપુર હતું. સત્યપુર એ અત્યારના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ઉત્તરે આવેલા સાંચોર જિલ્લાનું સાર છે. કુમારપાલના શિલાલેખમાં ઉલિખિત રત્નપુર-૮૪ એ કઈ મંડલને પેટાવિભાગ હોય એમ જણાય છે. એનું મુખ્ય મથક રત્નપુર એ અત્યારનું રતનપુર છે. કુમારપાલના વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૫૩)ના શિલાલેખમાં ઉલિખિત પલ્લિકા (પાલી), વિ. સં. ૧૨૧૦ (ઈ. સ. ૧૧૫૪)ના શિલાલેખમાં જણાવેલ ભાટુટ્ટપદ્ર (ભાટુંડા), વિ. સં. ૧૨૧૩ (ઈ. સ. ૧૧૫૬–૭)ના શિલાલેખમાં જણાવેલ નકૂલ (નાડોલ) અને વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)ના શિલાલેખમાં જણાવેલ બાલડી (બાલી) એ ગામ જોધપુરની દક્ષિણ દિશા પાસે આવ્યાં હોવાથી આ બધાને નડડૂલ મંડલમાં સમાવેશ થતો હતે. આમ ચૌલુક્યકાલીન અભિલેખોને સર્વાગીણ અભ્યાસ કરતાં ઉપર્યુક્ત ૧૪ મંડલે વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. છે. આ પૈકીનાં કેટલાંક મંડલના સીમાવિસ્તારના સંદર્ભમાં ડૉ. સાંકળિયાએ નિર્ણય આપેલ છે તેનું કેષ્ઠ એઓના વંત માન સ્થળનિર્દેશ સાથે અત્રે પ્રસ્તુત છેઃ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy