SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગુજરાતના ચૌલુક્યકાલિન અભિલેખે : એક અધ્યયન હતી.૧૧ ૭ ગેવાના કંદંબવંશના પષ્ટ ર જાના ઈ. સ. ૧૦૬રના લેખ પરથી જણાય છે કે પષ્ટ ૨ જાએ લાટમડલના સંચાનમાં મંડપિકા (માંડવી) કરાવી હતી.૧૧૮ (૭) સંગમખેટકમંડલ વિ. સં. ૧૧૦૩ (ઈ. સ. ૧૪૬)ના પરમાર ભોજના સમયના તામ્રપત્રમાં આ મંડલને નિર્દેશ થયેલ છે.૧૧૮ આ મંડલનું વડું મથક સંગમખેટક હતું. અત્યારે એ સંખેડા (જિ. વડોદરા) તરીકે ઓળખાય છે. (૮) નર્મદાતટ-મંડલ વિ. સં. ૧૨૩૧ (ઈ. સં. ૧૧૭૫)ના અજ્યપાલના લેખમાં આ મંડલને ઉલ્લેખ થયેલું છે.૧૨૦ આ લેખમાં પૂર્ણ—પથકને પણ ઉલ્લેખ કરે છે. પૂર્ણ— પથકનું મુખ્ય મથક પૂર્ણ હતું, જે હાલના અંકલેશ્વર તાલુકાનું પુનગામ કદાચ. હોઈ શકે. (૯) દધિપઢમંડલ સિદ્ધરાજ સિંહના વિ. સં. ૧૧૯૬ અથવા ૧૨૦૨ (ઈ. સ. ૧૧૩૯-૪૬) ના દાહોદ શિલાલેખમાં આ મંડલ જણાવાયું છે. આ મંડલનું મુખ્ય મથક દધિપ હતું, જે અત્યારનું દાહોદ (જિ. પંચમહાલ) હતું. દાહોદમાં ગેગનારાયણનું મંદિર આવેલું હતું. આ મંડલમાં ઊભલેડ મથકનું મુખ્ય મથક ઊભલેડ હતું. ઊભલેડ એ દાહોદ તાલુકામાં આવેલું અભલેડ છે. (૧૦) અવંતિ–મંડલ સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજૈન શિલાલેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. આ મંડલનું મુખ્ય મથક કયું હતું તે સ્પષ્ટ જાણવા મળતું નથી, પણ સ્વાભાવિકપણે અવંતિ (ઉજજન) હેવાનું માની શકાય. (૧૧) ભાઇલસ્વામિ મહાદ્વાદશ મંડલ - અજયપાલના વિ. સં. ૧૧૨૯ (ઈ. સ. ૧૧૭૩)ના ઉદયપુરના શિલાલેખમાં આ મંડલને ઉલ્લેખ થયેલ છે. આ મંડલમાં ભંગારિકા ૬૪ પથકને પણ સમાવેશ થયેલ હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભાઈલ્લસ્વામિમંડલ ૧૨ નહિ, પરંતુ ૧૧ર થી પણ વધુ ગામના સમૂહનું હોવું જોઈએ. આ મંડલનું મુખ્ય મથક ભાઈલ્લસ્વામિ હતું. અત્યારે એ ભોપાલની ઉત્તરપૂર્વ દિશાએ બેટવા નદીની પૂર્વ બાજુએ આવેલું વિદિશા છે. આ મંડલ અવંતિ–મંડલની પૂર્વમાં, આવ્યું હતું.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy