SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન વદ્ધિપથક : આ પથક ગભૂતાપથકની પશ્ચિમે તથા દક્ષિણ-પશ્ચિમે આવેલું હતું. ભૌગોલિક રીતે આ પ્રદેશ અત્યારે “વઢિયાર” તરીકે પ્રચલિત થયેલું છે. મંડલી એ આ પથકનું વડું મથક હતું. આ વડા મથકમાં મૂલરાજ ૧ લાએ મૂળેશ્વર નામનું શિવાલય બંધાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું માંડલ એ વદ્ધિ પથકનું મંડલી હોવાનું નક્કી થયું છે. અત્યારનું વીરમગામ છે ત્યાં ઘૂસડી ગામ આવેલું હતું.૯પ વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯-૪૦)ના ભીમદેવ ૨ જાના સમયના લેખના આધારે જાણવા મળે છે કે રાણું લવણપ્રસાદના પુત્ર રાણું વીરમે ત્યાં વીરમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ ગામ વહિંપથકના દક્ષિણ ભાગે આવેલું હતું. આ ગામની દક્ષિણ-પશ્ચિમે આવેલું લીલાપુર ગામ ભીમદેવ ૨ જાની રાણી લીલાદેવીના નામથી વસ્યું હતું. વિ. સં. ૧૨૬ (ઈ. સ. ૧૨૦૭)ના તામ્રપત્રને આધારે જણાય છે કે આ ગામમાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે હતાં. ચાણસ્મા તાલુકાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં હાલ શંખલપુર આવેલું છે, આ શંખલપુર વદ્ધિ પથકમાં ઉત્તર ભાગમાં આવેલું ગણાય. રાણું લવણપ્રસાદે પિતાની માતા સલખણુદેવીના નામે સલખણપુર વસાવ્યું હતું. તે જ આ હાલનું શંખલપુર છે. વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩–૪)ના તામ્રપત્રના આધારે અને વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧-૩૨)ના લેખના આધારે જણાય છે કે રાણું લવણપ્રસાદે લખણુપુરમાં માતાના નામથી સલખણેશ્વરનું મંદિર અને પિતાના નામથી આનલેશ્વરનું મંદિર કરાવ્યાં હતાં. શંખલપુરની નજીક બહુચરાજી ગામને બહિચર ગ્રામ” તરીકે ઉલ્લેખ વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩-૨૪)ના તામ્રપત્રમાં ૧૦° થયેલે છે. વાલોયપથક ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧૩૨)ના તામ્રપત્રમાં આ પથકને નિર્દેશ થયેલ છે. આ પથક અણહિલવાડની ઉત્તરે આવેલ હતો. આ તામ્રપત્રમાં જણાવેલ પથકનું ગામ એ કદાચ મહેસાણા જિલ્લાના પાટણ તાલુકામાં વહે નદીના દક્ષિણ કાંઠે આવેલું બાલવા હશે. ૧૦૨ આ પથકમાં પાટણ તાલુકાની સાથે સાથે સિદ્ધપુર તાલુકાને ઉત્તરના ભાગને પણ સમાવેશ થતો હશે.૧૦૩ ધાણદાહારપથક : ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)ના તામ્રપત્રમાં આ પથકને નિર્દેશ થયેલ છે.૧૦ ૪ આ પથક વાલીયપથકની પૂર્વે આવેલ હતો, જ્યારે સારસ્વત મંડલમાં ઉત્તર બાજુ આવેલું હતું. આ પથકનું મુખ્ય મથક ધાણદા હતું, જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પૂર્વ ભાગમાં આવેલું અત્યારનું ધાણદા ગામ છે. હાલના પાલનપુર અને ડીસા તાલુકાના વિસ્તાર કદાચ આ પથકમાં સમાવિષ્ટ થતા હશે.૧૦૫
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy