SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર * * * ૧૨ ૩ વિભાગ ચાલુ રહ્યો હતો, પરંતુ વર્ગીકરણ કરવું વધુ સુગમ થવા વિષયવાળી પદ્ધતિ છોડી દેવાઈ અને વિષયોને પકવાર રૂપાંતરિત કરવામાં આવ્યા, આથી મંડલેનું વિભાજન પથકમાં થયેલું દૃષ્ટિગોચર થાય છે.૮૬ વિવિધ મંડલો અને એના પથક, વિષય અને ચામ આ કાલના શાસનકાલ દરમ્યાન લગભગ પંદર જેટલાં મંડલે હતાં. આ દરેક મંડલના ઉલ્લેખ આ સમયના ઉત્કીર્ણ લેખોમાં થયેલા નજરે પડે છે.. (૧) સારસ્વત મંડલ - આ ચૌલુક્ય રાજ્યનું “કેન્દ્રવતી” મંડલ હતું. આ મડલમાં સરસ્વતી નદીને કાંઠે આવેલું અણહિલપાટક પત્તન (અણહિલવાડ પાટણ) ચૌલુક્યોની રાજધાની હતું. ભૌગોલિક દૃષ્ટિએ સરસ્વતીતટના પ્રદેશને “સારસ્વતમંડલ” તરીકે ઓળખવામાં આવતા.૦૮ આ મંડલની શરૂઆતમાં એમાં વહિં વિષય અને ગંભૂતા. વિષય હતા ૮૯ એમ વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના મૂલરાજ ૧ લાના તામ્રપત્રમાંથી જણાય છે. આ તામ્રપત્રમાં સારસ્વતમંડલની અંદર મોઢેરકીય અર્ધાષ્ટમ નામની પેટા વિભાગને નિર્દેશ કરેલે છે. કદાચ શરૂઆતમાં આ વિભાગ ૭૫૦ ગામને હશે અને એનું મથક મોટેરક હશે, પણ સમય જતાં એમાં મેટેરકના સ્થાને ગંભૂતા, વદ્ધિ, વાલય, ધાણદા, વિષય, ડાહી, ચાલીસા વગેરે પથકે થયા; જે કે અભિલેખોમાં સ્પષ્ટતઃ આ બધા પથનો નિર્દેશ થયેલો નથી, પરંતુ ભૌગોલિક ઉલ્લેખોના આધારે આ બધા પથકે સારસ્વતમંડલમાં આવ્યા હશે એમ જણાવેલું છે, જે યોગ્ય જણાય છે. અલબત્ત, ૧૩ મી સદીમાં માત્ર પથકો જ હોવાનું જણાય છે. વદ્ધિ અને ગંભૂતા વિભાગ પણ આ પછી પથક તરીકે નજરે પડે છે.૯૩ આ કાલના અભિલેખમાં સૌથી વધારે ઉલ્લેખો આ બે પેટાવિભાગોનાં ગામના છે. ગભૂતાપથક : આ પથકનું મુખ્ય મથક ગંભૂતા મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલું ગાંભુ હતું. આ મથક-પુષ્પાવતી નદીના દક્ષિણના કિનારે વસેલું હતું. ગાંભુની દક્ષિણ-પશ્ચિમે મોઢેરા આવેલું હતું. આ પથકનાં ગામો ચાણસ્મા તાલુકામાં ખારી-પુષ્પાવતી–રૂપેણ એમ ત્રણે નદીના પ્રદેશમાં આવેલાં હતાં. આ પથકમાં ઉત્તરે આવેલા પાટણ તાલુકાના દક્ષિણ પૂર્વ ભાગને (જેમાં સંડેર આવેલું છે) પણ સમાવેશ થતો હશે૪ એમ માનવામાં આવેલું છે, પરંતુ આ ગામની વધુ શક્યતાઓ “વિષય-પથકમાં હોય તેમ લાગે છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy