SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય ૧૦૩ આ ઉપરાંત પરમાર ભોજદેવનું વિ. સં. ૧૧૦૩ (ઈ. સ. ૧૦૪૬)નું તામ્રપત્ર તિલકવાડામાંથી પ્રાપ્ત થયું છે. આ બન્ને લેખોને આધારે એમ જણાય છે કે નર્મદાના સંગમ પર ભોજના સામંત સુરાદિત્યના પુત્ર જશરાજે ઘટાપલ્લી (ઘંટોલી, વડોદરા જિલ્લો) ગામના ઘણેશ્વર મહાદેવને વિહુજ (વેલ્પર) ગામ અને ૧૦૦ એકર જમીન દાનમાં આપી હતી. આ સુરાદિત્યે શાહવાહનને હરાવી ભેજની કીતિ વધારી હતી. ૬૧ આમ ઉપરોક્ત પરમાર ભેજરાજના તામ્રપત્રને આધારે સ્પષ્ટ થાય છે કે ઈ. સ. ૧૦૪૬ સુધી ભેજરાજની સત્તા હતી. ત્યારબાદ માળવામાં સિંહ ૧ લે ઉદયાદિત્ય, લક્ષમદેવ, નરવર્મા અને યશોવર્મા સત્તા પર આવ્યા. આમાંના યશવને સિદ્ધરાજ જયસિંહે હરાવી માળવા સર કરી પોતે અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજ્જૈનના શિલાલેખમાં અવંતિનાથ બિરુદ નજરે પડે છે. તે સિદ્ધરાજની ઉત્તરાવસ્થામાં માળવાના રાજવી વર્મા ૧ લાએ માળવાને કેટલેક ભાગ પાછો મેળવેલે, પરંતુ કુમારપાલે તે પુનઃ હસ્તગત કરી લીધો હોવાનું જણાય છે. સમય જતાં ચૌલુક્યોની સત્તા નબળી પડતાં પરમાર રાજવી અજુનવર્માએ ગુજરાત પર આક્રમણ કરી અણહિલપુરના ચૌલુક્ય રાજા જયસિંહ કે યંતસિંહને હરાવી પાવાગઢ અને તેની આસપાસને પ્રદેશ જીતી લીધું હતું, જેની ચર્ચા આ પૂર્વેના પ્રકરણમાં આવી ગયેલી છે. (૨) આબુની શાખા : ચૌલુક્યરાજવી મૂળરાજ ૧ લાએ જ્યારે અણહિલપાટણમાં પિતાની સત્તા સ્થાપી ત્યારે આબુમાં પરમાર વંશનું રાજ્ય પ્રવર્તમાન હતું. આ વંશની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. આ પહેલાં ચંદ્રાવતીમાં નાડોલના ચૌહાણ રાજવીઓની સત્તા હતી. આ શાખાને મૂળ પુરુષ ઘૂમરાજ હતું. આ વંશની ઉત્પત્તિ પણ આબુ પર્વત પર વિશિષ્ટ મુનિના યજ્ઞકુંડમાંથી થઈ હોવાનું મનાય છે. અભિલે એમાં તેના ઉલ્લેખ મળે છે. ૬૩ ઘૂમરાજ પછી આ વંશમાં ઉત્પલ થયા, જે માળવાના પરમાર રાજવી વાકપતિ મુંજ હોવાનું મનાય છે. આ રાજવીએ આબુને પ્રદેશ છતી લઈ ત્યાંની સત્તા તેના પુત્ર અરણ્યરાજને સોંપી. અરણ્યરાજ પછી તેને પુત્ર કૃષ્ણરાજ અને
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy