SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ' ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન આ તામ્રપત્રમાં રાષ્ટ્રકૂટરાજા પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર અમોઘવર્ષ. દેવના અનુગામી પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર અકાલવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રી નરેન્દ્રને ઉલ્લેખ કરે છે અને દાનને દાતા મહામાંડલિક સાયક ૨ જે છે. તેથી આ સમયે સાયકને ખેટકમંડલ પરને અધિકાર સ્પષ્ટ થાય. આ તામ્રપત્રના આધારે એ. એસ. અલકરનું માનવું ગ્ય છે કે ઈ. સ. ૯૪માં સીયક ૨ જે રષ્ટ્રકૂને સામંત હતો.૫૪ વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૭૦)નું એક ત્રીજુ તામ્રપત્ર અમદાવાદમાંથી ઉપલબ્ધ થયું છે. એ તામ્રપત્રનું બીજુ પતરું પ્રાપ્ત થયું છે.પપ પણ આ પતરામાંથી કઈ સઘન માહિતી પ્રાપ્ત થતી નથી. પરપાર સીયક ૨ જાના શાસનકાળ દરમ્યાન ચૌલુક્ય કુલમાં પાટણમાં મૂળરાજ ૧ લે સત્તા પર હતે. મૂળરાજ જ્યારે સત્તા પર આવ્યો ત્યારે તેની સત્તા નીચે પાટણની આસપાસને સારસ્વત મંડલને પ્રદેશ (હાલને મહેસાણું જિલ્લે અને બનાસકાંઠા જિલ્લો) હતા. આ વખતે પરમારની સત્તા માળવા પર સ્થપાઈ ગઈ હતી અને ખેટકમંડલ તેમજ મોહડવાસકમંડલ પરમારાના તાબામાં હતાં. મૂળરાજના સત્તા પર આવ્યા પછી સીયક ૨ જાના પુત્ર વાપતિરાજ મુજે મેવાડ જીત્યું હતું અને ત્યાંથી એણે ગુજરેશને ભગાડ્યા અંગેની માહિતી વિ.. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના બીજાપુરના લેખના આધારે જણાય છે.પ૬ શ્રી ગાંગુલીના મત પ્રમાણે આ ગુર્જરેશ તે મૂળરાજ હોવાનું જણાય છે, પરંતુ આ ચૌલુક્ય રાજવી મૂળરાજ હોવા વિશે કઈ ચેકસ પુરાવા પ્રાપ્ત થતા નથી.પ૮ - વાપતિ મુંજરાજ પછી સત્તા પર આવેલા તેના નાનાભાઈ સિંધુરાજે લાટ, પર ચડાઈ કરી ત્યાંના ગગિરાજને પોતાને સામંત બનાવ્યા.૫૮ આ ગેગિરાજના પુત્ર કીર્તિરાજે પરમારની ઘૂસરીમાંથી છૂટવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ સિંધુરાજ પછી સત્તા પર આવેલા પરમાર ભોજદેવે લગભગ ઈ. સ. ૧૦૧૮માં ચડાઈ કરી કીતિરાજને નમાવી પુનઃ લાટ પર પિતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું.૬૦ વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)નું પરમાર ભજદેવનું એક તામ્રપત્ર મેડાસામાંથી પ્રાપ્ત થયું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે ભાજદેવના રાજ્યમાં મેહડવા સકમંડલના ૭૫૦ ગામના અધિપતિ મહારાજપુત્ર વત્સરાજે ઉપાસ ગોત્રના ગપાદિત્યના પુત્ર દેરાકને હપુર (હરસેલ) ગામનું શયનપટ (હાલનું શણવાડ; મેધરજ તાલુકો) ગામ દાનમાં આપ્યું હતું.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy