SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને જ્ઞાનદાન ૩છે. હોય તો તેવાને પણ મારવાડી શાહુકાર ધીરવા તૈયાર છે ! કર્મરાજા પણ મૂઆ પછી લેવાની શરતના વખતે જ વધારે ધીરે છે. મૂખ એ આત્મા કર્મ રૂપ મારવાડી કહે તેમ લખી આપે છે. દુનિયામાં તે બમણું –મણું ઘરમાં પેસી ગયા હોય તે હુકમનામું ન પણ થાય, પરંતુ કર્મરાજા તે દસગણું, અનંતગણું ફાવે તેમ લખાવે છે અને બરાબર વસુલ કરે છે. લેશ ઈર્ષ્યા માત્રથી સર્વાર્થસિદ્ધગતિની ગ્યતાવાળા સાધુઓ સ્ત્રીવેદ બાંધે છે ! પહેલે ગુણઠાણે પટકાય છે !! શરીરની અપેક્ષાએ સેય ઘણું જ બારીક છે છતાં જે તે મગજની નસને વિધી નાંખે તે પરિણામ શું આવે ? અહી એક વખત કરેલું કર્મ, તે પીદ્દગલિક આનંદ કેટલો આપે ? તથા પુદ્ગલની બાજીને કેટલી પિષે ? તથા વિપાક કેટલો? તેનું બમણું, હજાર ગણું, લાખગણું થાય તેમાં નવાઈ નથી. સેમલ રતીભાર હોય છતાં પણ પાંચ મણના શરીરને–અરે! હાથના પાંચસે મણુના શરીરને પણ ખતમ કરી નાખે છે ને ! તેમ અહીં રતિભાર કાળું કૃત્ય પણ આત્માને પાયમાલ કરે તેમાં નવાઈ નથી. આ વાત કંઈ ભય ઉપજાવવા માટે નથી, પણ વાસ્તવિક છે. - એક ક્ષણ અપરાધ કરવાનું પરિણામ મહાપુરૂષને પણ શું આવ્યું? મહાપુરૂષે લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યું છે, તપશ્ચર્યાના તે જેઓ નિધાન હતા, સમિતિ સાચવવામાં તથા ગુપ્તિનું રક્ષણ કરવામાં તે સતત પ્રયત્નશીલ હતા; વર્તમાનમાં પવિત્ર ચારિત્રવાળા હતા તથા ભવિષ્યમાં સર્વાર્થસિદ્ધિ [જેને નાની મુકિત કહેવામાં આવે છે ત્યાં જવાની તેમનામાં યોગ્યતા હતી, પણ તેમણે એક ભૂલ એવી કરી કે બધાને ઘાણ નીકળી ગયા. .- - ભરત–બાહુબલીને જીવ પ્રથમના ભવમાં બાહુ–સુબાહુ હતા તથા બ્રાહ્મી અને સુંદરીને જીવ પીઠ અને મહાપીઠ હતા. મહાવિદેહક્ષેત્રમાં આ ચારે જણાએ શ્રી તીર્થંકરદેવ પાસે સંયમ લીધું હતું. પીઠ અને મહાપીઠ જ્ઞાનધ્યયનમાં વધારે પ્રયત્નશીલ હતા. જ્યારે બાહુ અને સુબાહુ વૈયાવચ્ચમાં વધારે ઉદ્યમી હતા. એક વખત કટોકટીને પ્રસંગ કાર કાળ ચમકી પણ આ નવાઈ નથી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy