SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન જેનદર્શન એ રત્નાકર–સમુદ્ર જેવું અપાર અને અગાધ છે. એમાં અગણિત તત્ત્વરને ભરેલાં છે. એ તત્ત્વરને મરજીવા હોય તે મેળવી શકે અને વિવેકી હોય તે જ પીછાણ શકે. આ તત્ત્વરત્નોને નિપુણતાથી મેળવી તેને સુગમ અને સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન આગમેદ્વારક આચાર્યદેવ શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજે કર્યો છે.. દુઃખના ડુંગરા નીચે દબાયેલ દયનીય જીવની દીનતા દૂર કરવા તાત્વિક-માર્મિક અને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાને આપી, અનેક આત્માઓના દિલ અને દિમાગ પર અદ્દભુત અસર કરી અને તેમને વૈરાગ્યરંગે રંગી મોક્ષમાર્ગના મુસાફરો બનાવ્યા તેવા પૂજ્યશ્રીના પ્રવચનની નેધ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય, પ્રશિષ્યોએ વિ. સં. ૧૯૮૮થી કરીને અનેક પુસ્તક તથા “સિદ્ધચક્ર માસિક દ્વારા બહાર પાડી, તત્ત્વની તૃષાને દૂર કરી હતી. પરંતુ અત્યારે તેમાંનાં ઘણાંખરાં પુસ્તકે અપ્રાપ્ય હેવાથી અનેક આચાર્ય ભગવંતે તથા સદ્દગૃહસ્થોની પત્રદ્વારા તે મુદ્રિત કરવા પ્રેરણા મળતી. હજારે હૈયાંને પલટ કરનાર પૂજ્યશ્રીનાં પ્રવચનને પુનર્મુદ્રણ કરવાની અમારી ઈચ્છા હતી. અમારા પ્રબળ પુણ્યોદયે શેઠ શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રયે સં. ૨૦૩૬ના ચાતુર્માસ અર્થે શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મ. સા. તથા સંગઠ્ઠન પ્રેમી ગણિ શ્રી નિત્યોદય સાગરજી મ. સા. પધાર્યા. અનેકવિધ આરાધનાઓ સાથે બાલમુમુક્ષુ દિપકકુમારની દીક્ષા પણ થઈ. પૂ આગમ દ્વારકશ્રીનાં પુસ્તકની જૈન સમાજમાં અત્યંત માગણી છે. તે માગણીને તાત્કાલિક પરિપૂર્ણ કરવા પ્રેરણા આપી અને “શુભસ્ય શીઘ્રમ” ન્યાયે “આગદ્ધારક પ્રવચન પ્રકાશન
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy