SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] હું તે ચિરપ્રવાસી, પછી તે પંજાબ ચાલ્યો ગયો. અને ત્યાંથી આવ્યા. ત્યાં તે શ્રી વિસનજીભાઈને પત્ર આવ્યો કે મેં રૂા. ૧૭૨૩) સ્નેહીજને પાસેથી એકઠા કર્યો છે. તમે પંડિતજીના જીવનચરિત્ર માટે ઢીલ ન કરશે.” સાથે તેમણે એક ન વિચાર દર્શાવ્યો કે પૂજ્ય શ્રી માણેકજીભાઈ પીતાંબરની ટુંક જીવન–પ્રભા પૂજ્ય પંડિતજીના જીવનચરિત્ર સાથે જોડીશું તે મિત્રોને વિશેષ આનંદ થશે. પૂજ્ય પંડિતજી અને શ્રી માણેકજીભાઈનું ઋણ અદા કરવાને આનંદ થશે. આ વાત મને પણ ગમી ગઈ. સંવત ૨૦૧૦ ના માગશર સુદી ૧ ના દિવસે ૯૫ વર્ષની ઉંમરે પૂજ્ય પંડિતજી લાલન સાહેબનું જામનગરમાં અવસાન થયું. તે તે નિજાનંદી હતા. ચર્મચક્ષુ નહેતાં છતાં દિવ્યચક્ષુથી આત્મધ્યાન કરતા હતા. તે તે પિતાનું જીવન ધન્ય બનાવી ગયા. ૫ વર્ષની ઉંમરે દેહરૂપી ચાદર બદલી નાખી અને અલૌકિક આનંદપૂર્ણ સ્વર્ગસમા નવા લોકમાં ચાલ્યા ગયા. સંવત ૧૯૫૭ થી ૨૦૧૦ સુધી મારે ૫૩ વર્ષને તેમની સાથે ઘનિષ્ટ પરિચય. એ ધર્મપિતા, હું ધર્મપુત્ર એ મારા રાહબર, હું તેમને સેવક. એ અધ્યાત્મ ગુરૂ, હું અધ્યાત્મપ્રેમી શિષ્ય. એ પ્રસિદ્ધ વક્તા, હું ભક્તકવિ. એ શાંતમૂર્તિ, હું પ્રજવલિત. એ સદ્દગુણાનુરાગી, હું હદય પારખુ. એ વિશ્વપ્રેમી, હું ભક્તજન પ્રેમી. એ નિજાનંદી, હું સદા મગનમેં. હું હંમેશાં તેઓ જ્યાં હોય ત્યાં તેમના દર્શને જતે ને જીવનપાથેય મેળવતે. મારા ભજનમાંતે લીન થઈ જતાને નાચી ઉઠતા.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy