SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અર્થ--“તે નિગદની અંદર હે જીવ! તું કર્મને વશ થયો થકે તીણ દુઃખોને સહન કરતો અનંતા પુદ્ગલ પરાવર્તન સુધી રહ્યો છું.” વિવેચન-કર્મના વશ થકી નિગોદમાં અનંતા પુલ પરાવર્તન સુધી આ જીવને રહેવું પડયું, ઘેર દુઃખ સહન કરવાં પડયાં, એક પુગલ પરાવર્તનનો અનંત કાળ છે, તે પછી અનંતા પુદ્ગલ પરાવર્તનનું તે કહેવું શું? - પુગલ પરાવર્તનનું સ્વરૂપ ઘણું આગમમાં તથા પાંચમા કર્મગ્રથમાં વિસ્તારથી બતાવ્યું છે, તે ગુરૂગમતાથી સમજવું. જેથી માલૂમ પડશે જે આ જીવ અનંતાનંત કાળ સુધી નિગોદમાં રહીને અથાગ વેદના સહન કરીને આવ્યું છે. તે હવે કઈવાર પણ તેવાં દુઃખો ઉદયમાં ન આવે તેવા ઉપાયે જવા જોઈએ. આટલું તે સહુ કેઈ સમજી શકે છે કે એકવાર જે કાર્ય કરવાથી ઘણી વેદનાઓ થઈ હોય, જેનાથી પારાવાર નુકશાન થયું હોય, અને વળી જેનાથી મરણાંત કણ ઉપ્તન થયું હોય તેવા કાર્યમાં મૂખ માણસ પણ પ્રવૃત્તિ ન કરે. તે પછી સુજ્ઞ અને સમજુ માણસ તો પ્રવૃત્તિ કરે જ કેમ ? છતાં જે તેવાં અઘોર પાપ કરી નિગદના સ્થાનમાં જવા જેવી પ્રવૃત્તિ કરે તે તેને કેવો સમજવો ? તેને દરેક ભવ્ય જીવોએ વિચાર કરવો. બાદર નિગોદથી તિર્યંચ પંચેંદ્રિય સુધી રઝળવું. સૂક્ષ્મ નિગોદમાં અનંત કાળ કાઢી અકામ નિજેરાવકે આ જીવ બાદર નિગદમાં ઉત્પન્ન થયે ત્યાં બટાટા ગાજર,
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy