SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૯) ઈષકાર નામનું નગર છેડી પિતાની ભાયીને લઈ કઈ ગામડામાં જઈને રહ્યો. મેહરાજાને કેટલે પ્રબળપ્રતાપ છે કે જે પિતાનું શ્રાવકપણું ભૂલી જઈ ન કરવાનું કાર્ય કરે છે! ગામડામાં પુત્ર યુગલને યશાએ જન્મ આપે. અનુક્રમે તેઓ વૃદ્ધિ પામ્યા. માતાપિતા વિચારે છે કે કદાચ અહીં સાધુ આવશે ને જે પુત્ર દેખશે તે દીક્ષા લઈ લેશે, માટે સંગ જ ન કરે તેવી ગોઠવણ કરીએ. પુત્રોને માતાપિતા કહે છે કે હે પુત્રો! મુંડ અને દંડને ધારણ કરનારા નીચી દષ્ટિથી ચાલનારા મુંડાઓ બાળકને પકડી એકદમ મારી નાખે છે અને નિર્દય એવા તેઓ રાક્ષસની માફક મારી નાખેલા બાળકેનું માંસ ભક્ષણ કરે છે. તે કારણથી તે સાધુઓ પાસે તમારે જવું નહિ ને તેનો વિશ્વાસ પણ તમારે ન કરે. મોહથી મૂઢ બનેલા અને જ્ઞાનચક્ષુ નષ્ટ થયેલાં માતાપિતાએ તે બાળકોના હૃદયમાં ભયંકર શલ્યને પ્રવેશ કરાવી દીધે. આ શલ્યથી બાળકે સાધુઓના નામથી પણ ડરવા લાગ્યા. આવું અધર્મનું કાર્ય કરનાર માતાપિતા શત્રુભૂત ગણાય છે પરંતુ બંને બાળકનું ભાગ્ય સુંદર હોવાથી તેઓ એક દિવસ કિડ કરવા માટે નગર બહાર ગયા. તેજ રસ્તેથી કેટલાક મુનિએને આવતાં જોયા. માતાપિતાએ પ્રથમ શલ્યભૂત કરેલા જેથી મુનિઓને જોઈ ભયભિત થઈ ગયા ને પાસે રહેલા વૃક્ષ ઉપર ચડી ગયા. ભાગ્યયેગે મુનિએ પણ તેજ વૃક્ષ નીચે આવી, પિતાની શુદ્ધ ક્રિયા કરી, જમીન પૂછ, પ્રથમથી લાવેલા આહાર કરવા બેઠા. બાળકેએ મુનિવરેના આહારની વસ્તુ સ્વાભાવિક જ દીઠી તથા તેમનું વર્તન, ચારિત્ર વગેરે દેખી વિચારવા લાગ્યા કે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy