SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૫) ક્ષયમાં કારણભૂત એવી એક નદીક્ષાને મૂકીને મનુષ્યપણા આદિને દુર્લભ લાભ મને થયો છે, ૪. આ જગતમાં તે આત્માઓને ધન્ય છે કે જે આત્માઓ બાલપણાની અંદર નદીક્ષાને પામ્યા છે; કારણ કે તે આત્માઓ જીના પ્રત્યે કર્મબંધનના કારણરૂપ થતા નથી, ૫. આ પ્રકારની ભાવના કર્યા પછી. અને બાલ દીક્ષિતોના ગુણ ગાયા પછી પોતે પણ એ જ સંજમની ભાવનામાં રત બન્યા હતા ને વિચારવા લાગ્યા, કે ભગવાન મહાવીર પ્રભુ જે અહીં પધારે તો હું પણ જીનદીક્ષાને ગ્રહણ કરું. તે પછી પરમાત્મા મહાવીર તુરત જ પધાર્યા અને આ ભાગ્યશાળી મહારાજાએ દીક્ષા ગ્રહણ કરી અને નિરઅતિચાર ચારિત્ર પાળી આત્માને અખંડ આનંદ ભેગવવા માટે મેક્ષમાં બિરાજમાન થયા. આ પ્રમાણે ઘણું ભાગ્યશાળી આત્માઓ દુખની ખાણભૂત સંસારને છેડી મેક્ષ સુખના ભાગી બન્યા છે, પરંતુ અમારે ઉદય હશે ત્યારે ધર્મ કરીશું એવું કહી બેસી રહ્યા નથી. બાર ચક્રવર્તિ પિકી૧ ભરત ચક્રવતિ ૬ કુંથુનાથ ચક્રવતિ ૨ સગર ચક્રવર્તિ ૭ અરનાથ ચક્રવતિ ૩ મઘવા ચકવતિ ૮ મહાપદમ ચકવતિ ૪ સનકુમાર ચક્રવતિ ૯ હરિષેણુ ચક્રવતિ ૫ શાંતિનાથ ચક્રવતિ ૧૦ જય ચક્રવતિ આ દશ ચક્રવતિઓએ પિતાની અથાગ રિદ્ધિને ઠોકરે મારી ચોસઠ હજાર સ્ત્રીઓને તૃણુ સમાન ગણી છ ખંડની પ્રભૂતાને તિરસ્કાર કરી દીક્ષા ગ્રહણ કરી, તેમાં ત્રણ તીર્થકર ૧૦.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy