SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) जंकल्ले काय, तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्धो हु मुहुत्तो, मा अवरन्हं पडिक्खेह ॥१॥ મનુષ્ય ચિંતવે છે, કે કાલે ધર્મકાર્ય કરીશું, પરંતુ કાલ કેણે દીઠી છે? કાલે શું થશે ? માટે હેભા ! કાલે કરવાનું હોય તે આજે જ વિલંબ રહિત કરી લે, જરાપણ ઢીલ કરશો નહિ. ધર્મકાર્ય કરવામાં એક મુહૂર્ત પણ વિદતવાળું થઈ પડે છે તેથી પાછલા પહેરમાં કરવાનું હોય તે પણ પહેલા પહેરમાં જ કરી લો, કારણ કે કદાચ આય પૂરું . થઈ રહ્યું તે પાછલા પહોરમાં કેવી રીતે ધર્મ કરશો ? ઘણું જ સવારમાં આનંદકરતાં દષ્ટિગોચર થાય છે અને તે જ દિવસે તમામ રિદ્ધિસિદ્ધિ કુટુંબ પરિવાર મૂકી પરલોકમાં ધર્મ વિના દુર્ગતિમાં રીબાય છે. જુએ યશોધરને જીવ પિતાના નવમા ભવે સુરેન્દ્રદત્ત સંજમા લેવાની ભાવના વાળે રાત્રે સુઈ રહ્યો. તેની સ્ત્રી નયનાવલીએ પિતાના સ્વાર્થમાં અંધ બનોને કપટથી ઝેર દીધું. ઝેર ઉતારનાર વૈદ–દાકતરે આવતાં પહેલાં જ તે જ સ્ત્રીએ ગળે નખ દઈ મારી નાખે. આર્તધ્યાનથી મરીને તિર્યંચ ગતિમાં મેર થયે. ત્યાંથી મરી મૃગ મત્સ બેકડો કુકડે ઈત્યાદિક આઠ ભવ સુધી અનેક પ્રકારનાં દુઃખ સહન કરવો પડયાં. સુરેન્દ્રદત્તના પૂર્વના નવમા ભવમાં માતાની દાક્ષિણ્યતાથી આટાને કુકડે મારી હિંસા કરેલી જેથી ઉત્તરોત્તર આઠ ભવ બગડી ગયા. જે તરત જ સંજમજ લીધે હોત તે તિર્યંચના ભ કરવા ન પડત. છેવટ નવમા ભવે શુભકર્મના ઉદયથી મુનિરાજને દેખવાથી જાતિમરણ જ્ઞાન થયું. પૂર્વના ભવ સાક્ષાત્ દીઠા ત્યાર પછી
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy