SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) મીડિÉ માંતરે, મૃરિવનિમય विमुक्तो भवता नाथ, किमेकाकी दयालुना ॥२२॥ ભયંકર ભવ અટવીમાં મૃગલાના શિશુની માફક ભમતા એવા મને એકલાને આપ સરખા દયાળુએ હે નાથ ! કેમ મૂકી દીધે? અર્થાત્ હવે આપની પાસે મને રાખો. ર૨. इतश्वेतश्च निक्षिप्त-चक्षुस्तरलतारकः । निरालंबो भयेनैव, विनश्येऽहं त्वया विना ॥२३॥ હે નાથ ! તમારા વિના ભયવડે અહીંતહીં નાંખ્યા છે જે ચક્ષુ તે વડે કરી જેની કીકી ચંચલ થઈ ગઈ છે એ અને વળી આલંબન વિનાને હું નાશ પામ્ય, અર્થાત ઘણું જન્મ મરણ કરી બહુ દુઃખી થયા. ૨૩. अनंतवीर्यसंभार-जगदालंबदायक । विधेहि निर्भयं नाथ, मामुत्तार्य भवाटवीम् ॥२४॥ હે અનંત વીર્યના સમૂહવાળા! હે જગતના જીવોને આલંબન દેવાવાળા! મને આ ભવાટવીમાંથી પાર ઉતારી હે નાથ ! ભયરહિત કરે. ૨૪. न भास्कराहते नाथ, कमलाकरबोधनम् । यथातथा जगन्नेत्र, त्वदृते नास्ति नितिः ॥२५॥ હે નાથ ! હે જગતના જીવને નેત્ર સમાન ! હે પરમાત્મા ! જેમ સૂર્ય વિના કમળને સમૂહ વિકસ્વર થઈ શકતે નથી, તેમ તમારા વિના મારો આત્મા વિકસ્વર નહિ થવાથી મને નિવૃતિને અભાવ જ રહે છે. ૨૫.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy