SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ યતિધર્મ દશ પ્રકારને છે-૧ ક્ષમા, ૨ માદેવ, ૩ આજીવ, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિં. ચનપણું, અને ૧૦ બ્રહ્મચર્ય એ શીલના દશ અંગ થયા. હવે એ દશ યતિધર્મથી યુક્ત એવા મુનિએ ૧ પૃથ્વીકાયસમારંભ, ૨ અકાય-સમારંભ, ૩ તેજસ્કાય-સમારંભ, ૪ વાયુકાય-સમારંભ, ૫ વનસ્પતિકાય-સમારંભ, ૬ હન્દ્રિયસમારંભ, ૭ ત્રિીન્દ્રિય-સમારંભ, ૮ ચતુરિન્દ્રિય-સમારંભ, ૯ પંચેન્દ્રિય-સમારંભ, ૧૦ અજીવ-સમારંભ. એ દશ સમારંભે ત્યાગ કરવાને છે, તેથી દશ યતિધર્મ રૂપ દશ ગુણે દસદસ પ્રકારના થતાં ૧૦x૧૦=૧૦૦ શીલનાં અંગે થયા. આ યતિધર્મ યુક્ત યતના (૧૦×૧૦=૧૦૦ ભેદે) પાંચ ઇંદ્રિયના જયપૂર્વક કરવાની છે, તેથી તે સે પ્રકારને પાંચ ઈદ્રિના જયરૂપ પાંચ પ્રકારે ગુણતાં ૧૦૦૪૫=૫૦૦ ભેદ થયા. તે યતિધર્મ-યુક્ત યતના વડે કરવામાં આવેલ ઈદ્રિયજય (૧૦૪૧૦૫=૫૦૦ ) આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હે જોઈએ. તેથી પ૦૦૮૪=૧૦૦૦ ભેદ થયા. તે દરેક ભેદ મન-વચન-કાયાથી ન કરવા રૂપ, ન કરાવવા રૂપ અને ન અનુમોદવા રૂપ હોવાથી (૩*૩=૯) દરેક ભેદના ૯-૯ ભેદ થવાથી (૨૦૦૦૪૯–૧૮૦૦૦) અઢાર હજાર શીલના ભેદે થાય છે. તેની સ્પષ્ટ સમજ માટે અહીં શીલાંગ રથ આપવામાં આવે છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy