________________
૩પ૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
પીઠી કરે પીતા રાણી, મલી ઉનાં જળ નવરાવે; નવલ ઘઉંલા ભેળવી, મગ પીઠી મંગાવે. ૧૦ આભૂષણ અંગે ધરી, શેષા ભરાવે; વરઘોડે શ્રી નેમિનાથ, પરણે રાજુલ નાર. ૧૧ પંચ જાતનાં વાજીંત્ર વાગે, ભેડે વજડાવે, વૈઈ થઈ નાચ પતાકા, તેરણ નેમકુમાર. ૧૨ પશુડાં કરે પિકારતી, હાંસાળાને બેલાવે; સારવાહને પુછતા, જીવ બંધને કેમ બાંધ્યા. ૧૩ જાદવકુળ એને પરે, પરભાતે ગેરવ દઈશું; વિષયારસને કારણે, જીવ સંહાર કરીશું. ૧૪ અંગ ફરકે જમણું તિહાં, નવલા નેમકુમાર, રાજુલ કહે સુણે સાહેલીઓ, રથ વળ્યો તકાળ. ૧૫ . વરસીદાન દઈ તીહાં, એક કેડી સાઠ લાખ; સહસાવન જઈ સંયમ લીધે, સહસપુરૂષ સંગાથ. ૧૬ રાજુલ ધરણીધરે તીહાં, ઉજવલ ગઢ ચાલ્યા; ગુફામાં શ્રી રહનેમી, રાજુલ પ્રતિબધે. ૧૭ સ્વામી હેવે સંજય લીધે, લેખણા એક માસ કેવળજ્ઞાને જળહળે, પામ્યા શિવપુર વાસ. ૧૮ પિયુ પહેલાં મુગતે ગયા, ધનધન નેમકુમાર, પરણે શિવની નાર તીહાં, સહસ પુરુષ સંગાથ. ૧૯ ભણતાં શિવસુખ સંપજે, ગુણલા મંગળકાર; વિનયવિજય વાચક જસ, તસઘર કેડી કલ્યાણ. ૨૦