SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી કાન્તાબહેન–અહા પ્રેમીલાબહેન ! તમે તે જ્યારે આવું ત્યારે કંઈક કરતાં જ હે. પ્રેમીલા–આ આ કાન્તાબહેન! આજે તો મહેરબાની કરી. કાન્તાબહેન–હા બેન! અમે તે આવીએજ ને, તમે ન આવે. પ્રેમીલાબેન કાન્તા ! મને ખાસ કામ પ્રસંગ વિના બહાર જવાની ટેવ નથી. કાન્તા–ત્યારે બહેન ! તમે તે આખો દિવસ ઘરમાં ગંધ્યા રહે છે. મને તે આખો દિવસ ઘરમાં ગમેજ નહિ. પ્રેમીલાબેન, કેમ આપણા ઘરમાં ન ગમે ? આપણને કુરસદ પણ ન હોય ને કામમાં દિવસ ચાલ્યો જાય. કાન્તા–ત્યારે આ દિવસ શું કામ કરવાનું? પ્રેમીલા–કેમ બેન શું કરવું? આપણે સ્ત્રીઓને તે અનેક ઉદ્યમ હોય છે. કાન્તાબેન ! એવા ઉદ્યમ તે શું, હું તે એક રસેઈ કરીને કંટાળી જાઉં છું પછી બીજા ઉદ્યમ કયારે કરવાને ટાઈમ મલે ?
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy