________________
શ્રી માણિકય સ્વામીનું સ્તવન
૨૮૩ ઈણિ પેરે ગાયું માતા ત્રિશલાસુતનું પારણું, જે કઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું, જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હાલે ૧૭. શ્રી કુપાકછતીર્થમંડન શ્રી માણિકય સ્વામિ
(આદીશ્વર ભગવાન) નું સ્તવન ચાલ જઈએ જુગતે તૈલંગ દેશમાં રે, જિહાં માણિકયસ્વામી આદીશ્વર દેવ; પૂજા કરીએ આંગી રચીએ સુંદર વેશમાં રે. ૧
સાખી ભરતરાય અષ્ટાપદે, સ્થાપે શ્રી જિનચંદ વિદ્યાધર આવી કરે, દર્શન હર્ષ અમદ,
મૂર્તિ લઈ જાવે ત્યાંથી નિજ ધામમાં રે; કરે પૂજન પ્રભુનું ત્રણ કાળ. ચાલો૦ ૨
સાખી નારદમુનિ એક દિવસે, વિદ્યાધરની પાસ; અદ્દભુત પ્રતિમા દેખીને, વંદે ધરી ઉલ્લાસ,
મૂર્તિ સંબંધની વાત કરે છે ઈન્દ્રને રે, મૂર્તિ મંગાવે છે ઈન્દ્ર નિજ પાસ, ચાલે. ૩
સાખી સૌધર્મ દેવલોકમાં, માણિકયસ્વામી દેવ; પધરાવી પૂજન કરે, શક શકી તતખેવ.