SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ (૭) દુદુભિ–દેવતાઓ આકાશમાં દેવદુંદુભિ વગેરે કોડે ગમે વાજિંત્ર વગાડે છે. તેથી જાણે તેઓ એમ કહેતા ન હોય કે ભળે ! પ્રમાદને દૂર કરીને મુક્તિપુરીના સાર્થવાહ સમાન આ ભગવાનને તમે સે. . (૮) છત્ર–ભગવાનના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદપુનમના ચંદ્ર જેવા, મોતીની માલાએથી વિભૂષિત ત્રણ શ્વેત છત્રે દેવતાઓ ધરે. સમવસરણની નિશ્રાએ બાર છત્ર ધરે. તે જાણે એમ ન કહેતા હોય કે ત્રણ ભુવનના પરમેશ્વર એવા ભગવંતને સે ! એ રીતે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ થયા. (૯) અપાયાપગમાતિશય–અપાય એટલે ઉપદ્રવ તેને અપગમ એટલે નાશ. જયાં ભગવંત વિચરતા હોય ત્યાં દરેક દિશાએ પચીસ-પચીસ યોજન, ઉપર અને નીચે સાડાબાર-સાડાબાર યેજન મળી સવાસે જનમાં પ્રાય: રોગ, મરકી, વર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ, (૧૦) જ્ઞાનાતિશય–ભગવાન કેવળજ્ઞાન-કેવળદર્શન કરી સર્વ લોકાલોકના ત્રણે ય કાળના સર્વ ભાવે જાણે દેખે છે. એમનાથી કાંઈ છાનું નથી. (૧૧) પૂજાતિશય–ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ તથા ચાર નિકાયના દે=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ, તથા તેમના ઇદ્રો વગેરે જગત્રયવાસી ભવ્યજીવે તેમની સેવા કરે છે. (૧૨) વચનાતિશય–ભગવંતની વાણુ સંસ્કારાદિક
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy