SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનના ૨૮ દે ૧૬૭ ૪ મન:પર્યવજ્ઞાન-સંજ્ઞી પંચેંદ્રિયના મને ગતભાવ જાણવાં તે. ૫ કેવળજ્ઞાન–એકી સાથે ત્રિકાળ વિષયક સમગ્ર પદાર્થોને જાણવાં તે. આ પાંચ જ્ઞાનમાં મતિ ને શ્રુત એ બે પક્ષ જ્ઞાન છે. એટલે ઈન્દ્રિયથી જાણી શકે. અને અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઈન્દ્રિયોની અપેક્ષા વિના જાણું શકે છે. મતિજ્ઞાનના ૨૮ ભેદે મતિજ્ઞાન અઠ્યાવીસ લે છે તે આ પ્રમાણે – વ્યંજનાવગ્રહ ૪ ભેદે-મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિય (સ્પર્શરસઘાણ અને શ્રોત્ર) થી. મન અને ચક્ષને અપ્રાપ્યકારી વિષય હોવાથી તેને વ્યંજનાવગ્રહ ન હોય. અર્થાવગ્રહ છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી. ઈહા છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (ઈહા=વિચારણા) અપાય છે ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (અપાય નિશ્ચય) ધારણા છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (ધારણા= ધારી રાખવું.) એ પ્રમાણે (૪+૬+૪+૬+૪=૨૮) અચાવીસ ભેદ થાય. એ અઠ્યાવીસ ભેદને- બહુ, ૨ અબહુ, ૩ બહુવિધ, ૪ અબહુવિધ, ૫ ક્ષિપ્ર ૬ અક્ષિ, ૭ નિશ્રિત, ૮ અનિશ્ચિત ૯ સંદિગ્ધ, ૧૦ અસંદિગ્ધ, ૧૧ ધ્રુવ, ૧૨ અધ્રુવ. એ બાર ભેદે ગુણતાં ૨૮૮૧૨–૩૩૬ ભેદ થાય. તેમાં ૧ ઔત્પાતિકી,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy