SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ક્ષણલવ-પ્રતિબોધનતા :– જીવનમાં આ પણ એક મેંઘેરી વસ્તુ મેળવવા લાયક છે; કઈ? “ક્ષણલવપ્રતિબોધનતા =ક્ષણલવનો પ્રતિબોધ, ક્ષણલવની જાગૃતિ. અહીં “ક્ષણલવ' એ ખાસ શબ્દ છે, સંકેતવાળે શબ્દ છે. એને ભાવ એ છે કે આ દુર્લભ માનવજીવનને ધન્ય અવસર જે મળે છે તે વિરાટકાય કાળમાને એક નગણ્ય અંશ છે, અત્યંત મામુલી ભાગ છે. કયાં વહી ગયેલો અનંતાનંત ભૂતકાળરૂપી અથવા અનંતાનંત ભવિષ્યકાળ રૂપી મહાસાગર ! અને ક્યાં આ ચાલુ માનવભવના આયુષ્ય કાળરૂપી એક બિંદુ! ! ગણિતના હિસાબે ચાલુ ભવને કાળ કોઈ વિસાતમાં નથી. આ અતિ અતિ અલ્પ પણ વર્તમાન જીવનકાળ ખરેખરી ક્ષણ છે! ખરેખ અવસર છે. કેમકે વર્તમાન ટૂંકા પણ ઉચ્ચ કાળની જિનવચન સેવા એ સાગર સમા ભાવી અનં. તાકાળને ઉજજવલિત કરવા માટે સમર્થ છે! તે પછી આ અભ્યાતિ અલ્પ કાળમાં એ સાધના કાં ન કરી લઉં? એ સાધના કરવામાં જે કાંઈ તન-મન-ધનને કષ્ટ પહેચે, તે કષ્ટ ભૂતકાળના અનંતા કાળની આપણે જ વેઠેલી અનં. તાનંત ઘેર પીડાઓ આગળ શી ચીજ છે? કઈ ચીજ નથી ! ત્યાંરે ભૂતકાળના બધા ય વૈભવ કરતાં, વર્તમાનની દેવાધિદેવ, સદ્દગુરુ અને જૈનશાસનની પ્રાપ્તિ, એ કેટલે બધે ઊંચે અને અલૌકિક વૈભવ છે! એટલે ભાવી અને ભૂતકાળ, બંનેની દષ્ટિએ વર્તમાન કાળ એ અતિ મહ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy