________________
એ પછી આ જ ભવમાં પાછો સ્થવિરકલ્પમાં આવીને કેવલ્યાદિ મેળવી શકે છે. પ્રતિમાધારી પણ સંપૂર્ણ આરાધનાથી કર્મ ખપાવી અંતે કેવલ્યાદિ મેળવી શકે.
ટુંકમાં આ કલ્પો અમુક કર્મો માટેની સ્પેશ્યલ દવા જેવા છે. પ્રશ્ન : આવો પદાર્થ તો ક્યાંય વાંચ્યો નથી. ઉત્તરઃ શ્રી પંચાશક પ્રકરણ ગ્રન્થમાં પ્રતિમાકલ્પના વર્ણનમાં આ પદાર્થ વિસ્તારથી દર્શાવેલો છે, અને એ પદાર્થ જિનકલ્પાદિમાં પણ ઘટતો જ હોવો જોઇએ. પ્રશ્ન : પણ સ્થવિરકલ્પમાં જ ક્ષપકશ્રેણિ લાગી જાય, તો એ વિચિત્ર કર્મોનો ક્ષય એમાં થઇ જ જાય ને ? ઉત્તર : ના, આ વિચિત્ર કર્મો શ્રેણિ લાગવા જ ન દે, એટલે આગળનું કામ ન થાય હા ! આ કલ્પથી તે કર્મો તૂટે, પછી શ્રેણિ લાગી શકે. (જિનકલ્પીને પછીના ભવોમાં..) પ્રશ્ન : શાસ્ત્રોમાં એવું દર્શાવેલું છે કે જેણે જિનકલ્પ લેવો હોય, એ જો સાધ્વીગણાધિપતિ હોય, અને એના વિના નવો કોઇ સાધ્વીગણાધિપતિપદ માટે યોગ્ય ન હોય, તો એણે જિનકલ્પ નહિ લેવાનો. જો લે, તો દોષમાં પડે.. એને તો સાધ્વીગણ સાચવવામાં જ વધુ નિર્જરા મળે. હવે જો જિનકલ્પથી જ પેલા કર્મો ખપતા હોય, તો તો આ મુનિને એની ના શી રીતે પડાય ? વળી આમાં તો સાધ્વીગણને સાચવવામાં વધુ કર્મક્ષય બતાવેલો છે. જિનકલ્પમાં નહિ.. ઉત્તર : જુઓ, કોઇપણ વસ્તુ ઔચિત્યપૂર્વક થાય, તો જ હિતકારી બને ને ? એ મુનિએ સત્ત્વાદિ ભાવના ન ભાવી હોય, તો જિનકલ્પ એમને માટે ખોટો ! એ મુનિએ નવપૂર્વાદિનો અભ્યાસ ન કર્યો તો જિનકલ્પ એમને માટે ખોટો ! એમ જ્યારે મુનિ પર સાધ્વીગણની જવાબદારી હોય, એને સંભાળનાર બીજો કોઇ ન હોય. અને જો મુનિ સાધ્વીગણની ઉપેક્ષા કરીને જિનકલ્પ સ્વીકારે તો એના માટે એ અનુચિત જ કહેવાય. સાધ્વીગણની શું હાલત થાય ? એ બધો જ દોષ જિનકલ્પીને લાગે. માટે એને નિષેધ કરવામાં આવે, એ યોગ્ય છે.
સાધ્વીગણ સાચવવામાં એને વધુ નિર્જરાની વાત કરી છે, તે ક્યારે ? જો બીજો કોઇ સાચવનાર ન હોય તો ! એનો મતલબ એ જ કે જો અન્ય મુનિ સાધ્વીગણને સાચવનાર મળી જાય, તો જિનકલ્પ સ્વીકારવામાં જ વધુ નિર્જરા !
-
૬૮
જૈન સાધુ જીવન..