SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. મુનિ નિશ્ચયથી અમુનિ પણ હોય. જ્યારે આ ચારમાં કોઇપણ મુનિને ચારિત્ર પરિણામ હોય જ...એ આ કલ્પોની હાજરી દરમ્યાન જાય નહિ. ભાવનું પતન થાય નહિ. જે સ્થવિરકલ્પમાં કેવલજ્ઞાન થઇ શકે, જ્યારે જિનકલ્પમાં તો એ ભવમાં કેવલજ્ઞાન નથી. પરિહારવિશુદ્ધિમાં પણ જ્યાં સુધી એ કલ્પ ચાલુ હોય, ત્યાં સુધી કેવલ્ય નથી. યથાર્લાદિકમાં પણ કલ્પની હાજરીમાં કૈવલ્ય નથી. પ્રતિમાકલ્પમાં છેક છેલ્લી પ્રતિમામાં અંતે કેવલ્યાદિ પ્રગટી શકે, પણ એ પૂર્વેની વિરાટ આરાધનામાં ક્યાંય કેવલ્ય નથી. • સ્થવિરકલ્પમાં કોઇપણ સંઘયણ હોય, આ ચારમાં પ્રથમ જ હોય. આવા અન્ય પણ તફાવત વિચારી લેવા, અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવા. પ્રશ્ન : જિનશાસનની તમામ વ્યવસ્થાઓ સાક્ષાત્ કે પરંપરાએ માત્ર ને માત્ર મોક્ષપ્રાપ્તિ માટે જ છે. હવે તમે ઉપર જે વાત કરી કે સ્થવિરકલ્પમાં કેવલ્ય થઇ શકે છે, પણ જિનકલ્પાદિમાં નહિ...તો આ તો વિચિત્ર વસ્તુ કહેવાય. જિનકલ્યાદિ રૂપ વિશિષ્ટ આરાધના કરવાથી વહેલો મોક્ષ થવો જોઇએ, અને એવું હોય તો જ એ આદરણીય બને. એને બદલે વહેલા મોક્ષની તો વાત જ બાજુ પર રહી, ઉર્દુ મોક્ષનો અભાવ જ તમે તો બતાવી દીધો. તો પછી એ જિનકલ્પાદિ લેવાની જરૂર જ નહિ. આ તો નુકસાન કરનારી વસ્તુ બની. આના કરતા તો સ્થવિરકલ્પમાં રહીને આરાધના કરવી શું ખોટી ? એમાં તો બમણો લાભ ! સ્વની આરાધનાનો પણ લાભ અને પરની આરાધનાનો પણ લાભ ! ઉત્તર : જેમ કોઇક રોગ કોઇક ચોક્કસ દવાથી જ દૂર થાય, એમ આત્માના અમુક પ્રકારના કર્મો જિનકલ્પાદિથી જ દૂર થઇ શકે એમ હોય છે. જો જિનકલ્પાદિ ન લે, તો સ્થવિરકલ્પની ઉત્કૃષ્ટ આરાધના પણ એમને મોક્ષ ન અપાવી શકે. એટલે આવા કર્મોના નિવારણ માટે જ આ જીવો જિનકલ્પ સ્વીકારે છે. જિનકલ્પી આખી જીંદગીની આરાધના દ્વારા કર્મોને નિવારી દે, એ પછી એને આવતા ભવોમાં કેવલ્યાદિની પ્રાપ્તિ થાય. પરિહારવિશુદ્ધિક અઢાર મહિનાની આરાધના દ્વારા કર્મોને નિવારી દે, અજબ જીવનની ગજબ કહાની ન ૬૭ —
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy