________________
જે મનમાં તે વાણીમાં ને, વાણીમાં તે કાયે, સરળ બની મન-વચ-કાયાથી શુદ્ધિના સ્વામી સદાયે.. ધન તે...૨૯ યશકિર્તિની લાલચથી કે ગુર્નાદિકના ભયથી, ગોપવતા ના દોષ કદીયે, છેદાદિકના ભયથી.. ... ધન તે...૩૦ અભિમાની જેમ આપ પ્રશંસા કરતા કદી ના થાકે, તેમ મુનિવર નિજપાપને કહેતા લેશ ન રહેતા વાંકે ધન તે...૩૧ કામ-ક્રોધ-ઇર્ષ્યા-રસગારવ-મદમાયાદિક દોષો, સૂક્ષ્મથી આતમદર્શન કરતા કરતા કર્મના કોષો.. ... ધન તે...૩૨
(૪) મુક્તિ નીરસ રસવતી રસથી જમતા, નીરસ થઇ રસવતીને, નિર્મળતમ પરિણતિના સ્વામી, નમો નિઃસંગીમતિને.. ધન તે...૩૩ ગ્લાનાદિકને ઉચિત વસ્તુ લાવી હેતે વપરાવે, ભક્તિ કરી સવિ સાધુજનની વધઘટ કુખ પધરાવે....... ધન તે ૩૪ સંયમપરિણામોની શુદ્ધિ વિગઇભોજી નવિ પામે, એમ માનીને અંત પ્રાન્ત આહારથી તૃપ્તિ પામે. .... ધન તે...૩૫ આસક્તિ જાગે તો પણ જિનઆણા મનમાં લાવી, કદી ન લેતા વિગઇ-દોષિતભોજન મનને મનાવી...... ધન તે...૩૬ માતા નિજ બાળક ખાતર જીવન પણ ત્યાગી દેતી, જગખાતર મુનિવર જગમાતા આસક્તિ છંjતી...... ધન તે..૩૭ એક બાજુ ભોજનાદિક સુખો, બીજા બાજુ જિનઆણા, શાશ્વત સુખકર આણાત્યાગી મહામુરખ કહેવાણા......... ધન તે...૩૮
(૫) બ્રહ્મચર્ય સન્મુખ આવે નારી રૂપાળી તો યે ન નેત્રે ભાળે, તીર્ણ તે જ તારક મુનિ જગનો, જિનશાસન અજવાળે.. ધન તે...૩૯ સ્ત્રીના શબ્દનું શ્રવણમાત્ર પણ કામવિકારક ગણતા, સ્ત્રીદર્શન શબ્દાદિક જ્યાં થાતું તે વસતિને ત્યજતા. ધન તે..૪૦ માતપુત્ર પણ પાપ કરંતા, મોહથી ઘાયલ થાતા, કાન-નાક-પગ-હાથરહિત વૃદ્ધાને પણ નવિ જોતા...... ધન તે..૪૧
—
જ)
જૈન સાધુ જીવન...