________________
જ્ઞાન તણો અક્ષર પણ જેણે આપ્યો તે ગુરુવરની, યોગત્રિકથી માવજીવ ભક્તિ કરતા ભવતરણી. ....... ધન તે..૧૬ વિરાધતા ગુરુવરને દુર્લભબોધિપણું તે પામે, પ્રસન્ન થાતા ગુરુ જેનાથી તે કરતા હિતકામે.. .......... ધન તે...૧૭ વિનય મૂળ છે જિનશાસનનું, વિનય મૂળ ગુણોનું, વિનય વિનાનો બહુશ્રુતધારી, મડદું જીવ વિનાનું. ...ધન તે..૧૮ ગોચરી-પાટલા-બેઠક-લેખની ઇત્યાદિક વાપરતા, વડીલો લઇ લે ત્યાર પછી ગુરુશેષ માની જ લેતા..... ધન તે..૧૯ બુદ્ધિ-વાણીબલથી પર છે, તૃણ ગણી તુચ્છકારે, માર્ગભ્રષ્ટ ભારેકર્મી તે દુર્ગતિના પગથારે... .................... ધન તે..૨૦ અપકારી પર ક્રોધી બનતા, અજ્ઞાની બહુ દીસતા, સર્વાધમ અપરાધી ક્રોધ પર મહાક્રોધી મુનિ બનતા. .....ધન તે..૨૧ સર્વપ્રસંગે નિજદોષો-પરગુણનું દર્શન કરતા, કૂરગડુ-મૃગાવતી સમ તે વેગે મુક્તિ વરતા. .........ધન તે....૨૨ ઉપકારી સ્વજનોને ત્યાગી દીક્ષા લીધી વેગે, સંયમઘાતક ગુરુદ્રોહાદિક દોષ કેમ ના ત્યાગે ? ....... ધન તે.... ૨૩
(૩) સરળતા માત કને જેમ બાલક તિમ ગુરુ આગળ ખુલ્લા થાતા, સૂક્ષ્મપાપ પણ લાજ ત્યજી ગુરુને વિસ્તરથી કહેતા......... ધન તે..૨૪ ક્રોડમૂલ્યનું એકબિંદુ ચમકે નેત્રોમાં જેને, એ પશ્ચાત્તાપી મુનિવરને મુક્તિવધુ પણ ખોળે.......... ધન તે....૨૫ વૈરાગી દેખાવા કાજે માયા-મૃષા નવિ બોલે, હું ક્રોધી-કામી-ઇર્ષાળુ' કપટરહિત જે બોલે. ......... ધન તે..૨૬ દેવદુર્ગતિ-મૂક માનવ-નરકાદિક યોનિ ભારે, માયામૃષાનું ફળ જાણીને સરળ સ્વભાવને ધારે. ... ધન તે..૨૭ રાત-દિન સંયમમાં ગુરુ-લઘુ અતિચારો જે લાગે, એક-એકને યાદ કરી મિચ્છા મિ દુક્કડ માંગે........... ધન તે..૨૮
અજબ જીવનની ગજબ કહાની
અજબ જીવનની ગજબ કહાની
X3
૪૩
—y