________________
૧૦) સ્ત્રીવેદ મોહનીય
(i) ઇર્ષ્યા
(ii) ખેદ
(iii) માયા
(iv) વિષયોની આસક્તિ (v) જૂઠ બોલવું. (vi) અતિવક્રતા (vi)૫૨સ્ત્રીસેવનમાં આસક્તિ
આ અને આવા અન્ય હેતુઓથી સ્ત્રીવેદ મોહનીય કર્મ બંધાય છે. ૧૧) પુરૂષવેદ મોહનીય –
(i) સ્વસ્ત્રીસંતોષ
(ii) ઇર્ષ્યારહિતપણું (iii) મંદકષાયપણું
(iv) સ૨ળતા
આ અને આવા અન્ય હેતુઓથી પુરૂષવેદ મોહનીય કર્મ બંધાય છે. ૧૨) નપુંસકવેદ મોહનીય –
(i) સ્ત્રી-પુરૂષ સાથે કામક્રીડા
(ii) ઉગ્રકષાયો
(iii) તીવ્ર કામાભિલાષા
(iv) વ્રતધારી સ્ત્રીના વ્રતનો ભંગ
આ અને આવા અન્ય હેતુઓથી નપુંસકવેદ મોહનીય કર્મ બંધાય છે. સામાન્યથી ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના હેતુઓ–
(૧) કષાયો, વિષયો અને હાસ્ય વગેરેમાં પરવશતા.
(૨) સાધુની નિંદા કરવી.
(૩) ધર્મસન્મુખ બનેલાઓને અંતરાય કરવો.
(૪) દારૂ, માંસ વગેરેની વિરતિવાળા આગળ અવિરતિની પ્રશંસા કરવી. (૫) દેશવિરતિ, સર્વવિરતિમાં બીજાને અંતરાય કરવો.
(૬) અસંયમીના ગુણાનુવાદ કરવા.
૬૪
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...