________________
૪) મોહનીય – (૧) દર્શનમોહનીય૧) ઉન્માર્ગ દેશના (સંસારના કારણોને મોક્ષના કારણો તરીકે
ઉપદેશવા). ૨) મોક્ષમાર્ગનો નાશ કરવો (દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનો
લોપ કરવો) ૩) દેવદ્રવ્યનું હરણ, ભક્ષણ અને ઉપેક્ષા કરવી. ૪) જિનેશ્વર ભગવાન, મુનિ, જિનપ્રતિમા, ચૈત્ય, સંઘ, સિદ્ધ, ગુરૂ,
શ્રુતજ્ઞાન વગેરેની નિંદા અને આશાતના કરવી. ૫) જૈનધર્મના કોઇ પણ અંગની જુગુપ્સા કરવી. ૬) બીજાને જૈનધર્મ અને તેના કોઇપણ અંગ પ્રત્યે તિરસ્કાર થાય
તેવી પ્રવૃત્તિ કરવી. ૭) ગુરૂને અપ્રસન્ન કરવા. ૮) જિનવચનમાં શંકા કરવી. ૯) કુદેવ, કુગુરૂ, કુધર્મને માનવા. ૧૦)મિથ્યા પર્વો ઉજવવા.
આ અને આવા અન્ય હેતુઓથી દર્શનમોહનીય કર્મ બંધાય છે. (૨) ચારિત્રમોહનીય
૧) કષાયો કરવાથી કષાયમોહનીય કર્મ બંધાય છે. ૨) સામાન્યથી હાસ્ય વગેરે છ નું સેવન કરવાથી હાસ્ય મોહનીય
વગેરે છ પ્રકારનું નોકષાય મોહનીય કર્મ બંધાય છે. ૩) સામાન્યથી વિષયોનું સેવન કરવાથી વેદમોહનીય કર્મ બંધાય છે. ૪) વિશેષથી હાસ્ય મોહનીય
i) મશ્કરી ii) કામોત્તેજક હાસ્ય iii) હાસ્યનો સ્વભાવ iv) વાચાળતા v) દીનતા
©
૬૨9) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન....