________________
૭) ક્રોધ વગેરે કષાયો ઉપર વિજય મેળવવો. ૮) દાનમાં રૂચિ રાખવી. ૯) ધર્મમાં દઢતા. ૧૦)જિનેશ્વર ભગવાન અને ચૈત્યની પૂજામાં તત્પરતા. ૧૧) સુપાત્રદાન ૧૨) અકામનિર્જરા (ઇચ્છા વિના સહન કરવાથી જે કર્મ ખપે તે
અકામનિર્જરા.) ૧૩) શૌચ (મન, વચન, કાયાની પવિત્રતા) ૧૪)બાબતપ (અજ્ઞાની જીવોનો તપ) ૧૫)અહિંસા ૧૬) બીજાને સાતા આપવી. ૧૭)બીજાની પીડા દૂર કરવી.
આ અને આવા અન્ય હેતુઓથી સાતા વેદનીય કર્મ બંધાય છે. ૨) અસાતાવેદનીય –
૧) સાતાવેદનીયના બંધના હેતુઓથી વિપરીત કરવું. ૨) ગુરૂની અવજ્ઞા કરવી. ૩) ગુસ્સો કરવો. ૪) નિર્દયતા. ૫) વ્રતો ન લેવા. ૬) ઉત્કૃષ્ટ કષાયો કરવા. ૭) કંજૂસાઇ કરવી. ૮) હાથી-બળદ-ઘોડા વગેરેને મારવા, પીડા કરવી, તેમની પાસે
ભાર ઉચકાવવો, અંગોપાંગ છેદવા વગેરે. ૯) પોતાને કે બીજાને દુઃખ આપવું. ૧૦)પોતે શોક કરવો કે બીજાને શોક કરાવવો. ૧૧) પોતાનો કે બીજાનો વધ કરવો. ૧૨) પોતે રડવું કે બીજાને રડાવવા. ૧૩) બીજાને અસાતા આપવી. આ અને આવા અન્ય હેતુઓથી અસાતા વેદનીય કર્મ બંધાય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
હજ ૬૧
)