________________
કર્મબંધતા વિશિષ્ટ હેતુઓ
પૂર્વે સામાન્યથી કર્મબંધના મુખ્ય પાંચ કારણો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ બતાવ્યા હતા. અહીં દરેક કર્મના બંધમાં કારણભૂત વિશિષ્ટ હેતુઓ બતાવાય છે.
૧) જ્ઞાનાવરણ
1
૧) જ્ઞાન (મતિજ્ઞાન વગેરે), જ્ઞાની (સાધુ વગેરે) અને જ્ઞાનના સાધનો (પુસ્તક વગેરે) પ્રત્યે
૧) દુશ્મન જેવું વર્તન કરવું, અનિષ્ટ આચરણ કરવું.
૨) અપલાપ કરવો - જેમની પાસેથી ભણ્યા હોઇએ તે ગુરૂ કે પુસ્તક
વગેરેના નામ છુપાવવા, પ્રગટ ન કરવા.
૩) મૂળથી નાશ કરવો.
૪) માનસિક અપ્રીતિ કરવી.
૫) આહાર, પાણી, ઉપાશ્રય, વસ્ત્ર વગેરે મળવામાં અંતરાય ક૨વો.
૬) જાતિ વગેરે પ્રગટ કરી નિંદા કરવી.
૨) જ્ઞાનની નિંદા કરવી.
૩) આચાર્ય, ઉપાધ્યાય વગેરેનો અવિનય કરવો.
૪) અકાળે સ્વાધ્યાય કરવો.
૫) કાળે સ્વાધ્યાય ન કરવો.
૬) હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનની વિરતિ ન કરવી. ૭) એંઠા મોઢે બોલવું.
૮) અક્ષરવાળા વસ્ત્રો, ઘરેણા, ચશ્મા, બૂટ-ચંપલ વગેરે પહેરવા.
૯) ઘડીયાલ, લખેલા કાગળ વગેરે ખીસામાં રાખી ઝાડો-પેશાબ કરવો.
૧૦) તોતડા-બોબડા વગેરેની મશ્કરી કરવી.
૧૧) લખેલા કે કોરા કાગળ વગેરે બાળવા, ફાડવા વગેરે.
૧૨) અક્ષરવાળી થાળી વગેરેમાં જમવું વગેરે.
૧૩) અક્ષ૨વાળી વસ્તુ ખાવી.
૧૪) લખેલા કે કોરા કાગળ ઉપર બેસવું, સુવું, ચાલવું વગેરે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૫૯