________________
સંજ્વલન ૪, પુરૂષવેદ, અંતરાય પ = ૧૭ પ્રકૃતિઓનો ૧ ઠાણીયો, ૨ ઠાણીયો, ૩ ઠાણીયો અને ૪ ઠાણીયો રસ બંધાય છે. શેષ ૧૦૩ પ્રકૃતિઓનો ૨ ઠાણીયો, ૩ ઠાણીયો અને ૪ ઠાણીયો રસ બંધાય છે. (તે વખતે ભેગો ૧ ઠાણિયો રસ બંધાય છે.)
૮૨ અશુભ પ્રવૃતિઓનો તીવ્ર રસબંધ સંક્લેશથી થાય છે અને મંદ રસબંધ વિશુદ્ધિથી થાય છે. ૪૨ શુભ પ્રવૃતિઓનો તીવ્ર રસબંધ વિશુદ્ધિથી થાય છે અને મંદ રસબંધ સંક્લેશથી થાય છે.
સંક્લેશ = કષાયોનો તીવ્ર ઉદય. વિશુદ્ધિ = કષાયોની મંદતા.
(૪) પ્રદેશબંધ – પ્રદેશ એટલે જીવ વડે ગ્રહણ કરાતા કાર્મણ વર્ગણાના સ્કંધો. તેમનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે.
પE TE"
Eટકે
છે