________________
વર્ણાદિ ૪, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, ઉપઘાત,
સ્થાવર ૧૦ ગોત્ર
નીચગોત્ર અંતરાય
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વિયતરાય કુલ | | ૮૨
શુભ વર્ણાદિ ૪માં રક્તવર્ણ, પીતવર્ણ, શ્વેતવર્ણ, સુરભિગંધ, કષાયરસ, આમ્બરસ, મધુરરસ, મૃદુસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ, લઘુસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ નામ કર્મ એમ ૧૧ પ્રકૃતિઓનો સમાવેશ થાય છે.
અશુભ વર્ણાદિ ૪ માં કૃષ્ણવર્ણ, નીલવર્ણ, દુરભિગંધ, તિક્તરસ, કટુરસ, કર્કશસ્પર્શ, રૂક્ષસ્પર્શ, ગુરૂસ્પર્શ અને શીતસ્પર્શ નામકર્મ એમ ૯ પ્રકૃતિઓનો સમાવેશ થાય છે.
નામકર્મની પુણ્યપ્રકૃતિ-પાપપ્રકૃતિ ભેગી મળીને ૩૭ + ૩૪ = ૭૧ થાય છે, ૬૭ નહીં, તેનું કારણ એ છે કે પુણ્યપ્રકૃતિમાં શુભ વર્ણાદિ ૪ ગયા છે અને પાપપ્રકૃતિમાં અશુભ વર્ણાદિ ૪ ગણ્યા છે.
પુણ્યકર્મ બાંધવાના કારણો - (૧) પાત્રને અન્ન આપવું. (૨) પાત્રને પાણી આપવું. (૩) પાત્રને રહેવાનું સ્થાન આપવું. (૪) પાત્રને સુવા માટે જગ્યા આપવી. (૫) પાત્રને વસ્ત્ર આપવા. (૬) મનની શુભ પ્રવૃત્તિ. (૭) વચનની શુભ પ્રવૃત્તિ. (૮) કાયાની શુભ પ્રવૃત્તિ. (૯) દેવ-ગુરૂને નમસ્કાર કરવા.
પાપકર્મ બાંધવાના કારણો(૧) હિંસા કરવી. (૨) જૂઠ બોલવું. (૩) ચોરી કરવી. (૪) મૈથુન સેવવું. (૫) પરિગ્રહ (ધન-ધાન્યાદિનો સંગ્રહ અને મૂર્છા) કરવો. (૬) ક્રોધ કરવો. (૭) માન કરવુ. (૮) માયા કરવી. (૯) લોભ કરવો. (૧૦) રાગ કરવો. (૧૧) દ્વેષ કરવો. (૧૨) કલહ (ઝઘડો) કરવો. (૧૩) આળ મૂકવું. (૧૪) ચાડી ખાવી. (૧૫) હર્ષ-શોક કરવા. (૧૬) બીજાની નિંદા કરવી. (૧૭) માયાપૂર્વક જૂઠ બોલવું. (૧૮) મિથ્યાત્વ. વિશ્વસંચાલનનો મૂલાધાર ( T૪૫D)