________________
(c) સાદિ સંસ્થાન – જે શરીર રચનામાં નાભિની નીચેનો ભાગ પ્રમાણલક્ષણ યુક્ત હોય અને ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે. (d) કુબ્જ સંસ્થાન જે શરીર રચનામાં ડોક, હાથ, પગ વગેરે પ્રમાણલક્ષણ યુક્ત હોય અને પેટ, છાતી વગેરે પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે. (e) વામન સંસ્થાન – જે શરીરરચનામાં પેટ, છાતી વગેરે પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને ડોક, હાથ, પગ વગેરે પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે. (f) હુંડક સંસ્થાન – જે શરીરરચનામાં બધા અવયવો પ્રમાણ-લક્ષણ રહિત હોય તે. સંસ્થાન છ પ્રકારના હોવાથી સંસ્થાન નામકર્મ પણ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે –
-
ઃ
(a) સમચતુસ્ર સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સમચતુરસ સંસ્થાન મળે તે.
(b) ન્યગ્રોધ સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં ન્યગ્રોધ સંસ્થાન મળે તે.
(૯) સાદિ સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સાદિ સંસ્થાન મળે તે.
(d) કુબ્જ સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કુબ્જ
સંસ્થાન મળે તે.
(e) વામન સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વામન સંસ્થાન મળે તે.
(f) હુંડક સંસ્થાન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવના શરીરમાં હુંડક સંસ્થાન મળે તે.
૯) વર્ણ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવનું શરીર તે તે વર્ણ (રંગ)નું થાય તે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે
-
(a) શ્વેતવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખ વગેરેની જેમ શ્વેત થાય તે.
(b) પીતવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર હળદર વગેરેની જેમ પીળું થાય તે.
(c) રક્તવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર હિંગુલ વગેરેની જેમ લાલ થાય તે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૩૩