________________
(b) વૈક્રિય શરીર નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય વર્ગણાના
પુગલોને ગ્રહણ કરે, તેમને વૈક્રિય શરીરરૂપે પરિણમાવે અને આત્માની
સાથે એકમેક કરે તે. (c) આહારક શરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આહારક વર્ગણાના
પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને આહારક શરીર રૂપે પરિણમાવે અને
આત્માની સાથે એકમેક કરે તે. (d) તેજસ શરીર નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ તેજસ વર્ગણાના
પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને તૈજસ શરીરરૂપે પરિણમાવે અને આત્માની
સાથે એકમેક કરે તે. (e) કાર્મણ શરીર નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ કાર્મણ વર્ગણાના
પુગલોને ગ્રહણ કરે, તેમને કાર્મણ શરીર રૂપે પરિણમાવે અને આત્માની
સાથે એકમેક કરે તે. ૪) અંગોપાંગ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચના કરે છે. તેના ત્રણ
ભેદ છે. તે આ પ્રમાણે(a) ઓદારિક અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ દારિક
શરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગની
રચના કરે તે. (b) વૈક્રિય અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય શરીરરૂપે
પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચના કરે
(c) આહારક અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ આહારક
શરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચના કરે છે. અંગ એટલે શરીરના મુખ્ય અવયવો, તે આઠ છે-બે સાથળ, બે બાહુ, છાતી, પીઠ, પેટ અને મસ્તક. ઉપાંગ એટલે અંગના અવયવ દા.ત. આંખ, કાન, નાક, આંગળી વગેરે. અંગોપાંગ એટલે ઉપાંગના અવયવ, દા.ત. કીકી, વાળ, નખ વગેરે. તૈજસ અને કાશ્મણ શરીરમાં અંગોપાંગ હોતા નથી.
@ @ ૨૮ ) b) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન....