________________
(૧૪) અપ્રત્યાખ્યાનીય લોભ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
અપ્રત્યાખ્યાનીય લોભ થાય તે. (૧૫) પ્રત્યાખ્યાનીય લોભ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને
પ્રત્યાખ્યાનીય લોભ થાય તે. (૧૬) સંજવલન લોભ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને સંજવલન
લોભ થાય તે. (b) નોકષાયમોહનીય કર્મ – જે કર્મના ઉદયથી જીવને નોકષાય થાય તે.
કષાયોના સહચારી અને પ્રેરક હોય તે નોકષાય. તેઓ કષાયોની સાથે ઉદયમાં આવે છે અને કષાયોની સમાન ફળ બતાવે છે. નોકષાયો નવ પ્રકારના છે. તે આ પ્રમાણે(૧) હાસ્ય નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું તે. જે કર્મના ઉદયથી
આવું થાય તે હાસ્ય મોહનીય કર્મ. (૨) રતિઃ બાહ્ય-અત્યંતર વસ્તુ ઉપર પ્રીતિ થાય તે. (૩) અરતિ : બાહ્ય-અત્યંતર વસ્તુ ઉપર અપ્રીતિ થાય તે. (૪) શોક ઃ ઇષ્ટ વિયોગ વગેરેમાં રડવું, નિસાસા નાંખવા, માથું
ફૂટવું વગેરે કરવું તે. ભય : નિમિત્તથી કે નિમિત્ત વિના ડરવું તે.
જુગુપ્સાઃ શુભ કે અશુભ વસ્તુ ઉપર દુગંછા થાય તે. (૭) પુરૂષવેદઃ પુરૂષને સ્ત્રીના ભોગની ઇચ્છા થાય છે. તે ઘાસના
અગ્નિ જેવો છે. સ્ત્રીવેદઃ સ્ત્રીને પુરૂષના ભોગની ઇચ્છા થાય છે. તે છાણના અગ્નિ જેવો છે. નપુંસકવેદઃ સ્ત્રી-પુરૂષ ઉભયને ભોગવવાની ઇચ્છા થાય છે. તે નગરના દાહ જેવો છે. નોકષાયો નવ પ્રકારના હોવાથી નોકષાય
મોહનીય કર્મ પણ નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે (૧) હાસ્ય મોહનીય કર્મ ઃ જે કર્મના ઉદયથી જીવને હાસ્ય આવે તે. (૨) રતિ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને રતિ થાય તે. (૩) અરતિ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને અરતિ થાય છે.
(૪) શોક મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને શોક થાય તે. વિથસંચાલનનો મૂલાધાર હજ ૨૫ )