SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (1) સાતાવેદનીય કર્મ :- જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે. (i) અસાતવેદનીય કર્મ :- જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય તે. ૪) મોહનીય કર્મઃ જે કર્મ જીવને સાચા-ખોટાના વિવેક કરવા ન દે અને ખોટામાં પ્રવર્તાવે છે. તે જીવના ક્ષાયિક સમ્યકત્વ અને અનંત ચારિત્ર ગુણોને આવરે છે. તે દારૂપાન જેવું છે. દારૂ પીધેલ માણસને સાચા-ખોટાનું ભાન રહેતું નથી, તેમ મોહનીય કર્મ જીવને સાચા-ખોટાનું ભાન થવા દેતું નથી. તેના મુખ્ય બે ભેદ છે. તે આ પ્રમાણે – (i) દર્શનમોહનીય કર્મ અને (i) ચારિત્રમોહનીય કર્મ. (I) દર્શનમોહનીય કર્મ :- જે કર્મ જીવના સમ્યકત્વ ગુણનો ઘાત કરે તે. તેના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે(a) મિથ્યાત્વ મોહનીય કર્મ – જે કર્મના ઉદયથી જીવને જિનેશ્વર ભગવાને કહેલા વચનો ઉપર શ્રદ્ધા ન થાય, પણ અશ્રદ્ધા થાય તે. (b) મિશ્રમોહનીય કર્મ – જેમ નાલિયદ્વીપના મનુષ્યોને અહીંના ભોજન પ્રત્યે રૂચિ કે અરૂચિ થતાં નથી, તેમ જે કર્મના ઉદયથી જીવને જિનેશ્વર ભગવાને કહેલા વચનો ઉપર રૂચિ કે અરૂચિ ન થાય તે. સમ્યકત્વ મોહનીય કર્મ – જે કર્મના ઉદયથી જીવને જિનેશ્વર ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા થાય તે. સમ્યકત્વ (જિનેશ્વર ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા થવી) એ આત્માનો ગુણ છે. તે સમ્યકત્વમોહનીય કર્મના ઉદયથી થતો નથી. પરંતુ સમ્યકત્વમોહનીય કર્મ વિશુદ્ધ હોવાથી સમ્યકત્વ ગુણનો ઘાત કરી શકતું ન હોવાથી એમ કહેવાય કે સમ્યકત્વમોહનીય કર્મના ઉદયથી જીવને જિનેશ્વર ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા થાય છે. સમ્યકત્વમોહનીય કર્મ ક્યારેક સમ્યકત્વમાં અતિચાર લગાડે છે. (ii) ચારિત્રમોહનીય કર્મ :- જે કર્મ જીવના ચારિત્ર ગુણનો ઘાત કરે તે. તેના મુખ્ય બે ભેદ છે. તે આ પ્રમાણે- (૧) કષાયમોહનીય કર્મ અને (૨) નોકષાયમોહનીય કર્મ હજી ૨૨ > ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન... , (c)
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy