________________
(ii) અચક્ષુદર્શનાવરણ કર્મ - આંખ સિવાયની ચાર ઇન્દ્રિય અને મનથી
થતો વસ્તુનો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન. અચક્ષુદર્શનને ઢાંકે તે
અચક્ષુદર્શનાવરણ કર્મ. (ii) અવધિદર્શનાવરણ કર્મ – અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનો
સામાન્ય બોધ તે અવધિદર્શન. અવધિદર્શનને ઢાંકે તે અવધિદર્શનાવરણ
કર્મ. (iv) કેવળદર્શનાવરણ કર્મ - લોકાલોકના સર્વ દ્રવ્યોના ત્રણે કાળના બધા
પર્યાયોનો એક સમયે એક સાથે થતો સામાન્ય બોધ તે કેવળદર્શન.
કેવળદર્શનને ઢાંકે તે કેવળદર્શનાવરણ કર્મ.. (W) નિદ્રા કર્મ - જેમાંથી ચપટી વગાડવી વગેરે દ્વારા સુખેથી જગાડી
શકાય તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રા કર્મ. (i) નિદ્રાનિદ્રા કર્મ:- જેમાંથી મુશ્કેલીથી જગાડી શકાય તે નિદ્રાનિદ્રા. જે
કર્મના ઉદયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રા કર્મ (vi) પ્રચલા કર્મ - જેમાં બેઠા-બેઠા કે ઊભા-ઊભા ઊંઘે તે પ્રચલા. જે
કર્મના ઉદયથી પ્રચલા આવે તે પ્રચલા કર્મ. (viii) પ્રચલાપ્રચલા કર્મ :- જેમાં ચાલતા ચાલતા ઉઘે તે પ્રચલામચલા.
જે કર્મના ઉદયથી પ્રચલપ્રચલા આવે તે પ્રચલપ્રચલા કર્મ (i) થીણદ્ધિ કર્મ - જેમાં દિવસે જાગ્રત અવસ્થામાં ચિંતવેલા કાર્યને રાત્રે
નિદ્રામાં કરે તે થીણદ્ધિ. આ વખતે શરીરમાં ઘણું બળ એકત્રિત થાય છે. પહેલા સંઘયણવાળાને વાસુદેવથી અડધું બળ હોય છે. છેલ્લા સંઘયણવાળાને પોતાનાથી બમણું કે ત્રણગણું બળ હોય છે. જે કર્મના ઉદયથી થીણદ્ધિ આવે તે થીણદ્ધિ કર્મ. થીણદ્ધિ કર્મના ઉદયવાળો જીવ
સામાન્યથી સર્વવિરતિ માટે અયોગ્ય છે. ૩) વેદનીય કર્મઃ જે કર્મ જીવને પૌદ્ગલિક સુખ-દુઃખનો અનુભવ કરાવે તે
વેદનીય કર્મ. તે જીવના અવ્યાબાધ સુખ નામના ગુણને ઢાંકે છે. તે મધથી લેપાયેલી તલવાર જેવું છે. મધથી લેપાયેલી તલવાર ચાટતા પહેલા મધસ્વાદનું ક્ષણિક સુખ અને પછી તરત જ જીભ કપાવાની પીડા સ્વરૂપી દુઃખ બન્નેનો અનુભવ થાય છે, તેમ વેદનીય કર્મ જીવને સુખ અને દુઃખનો અનુભવ
કરાવે છે. વિશ્વસંચાલનનો મૂલાધાર જ ૨૧D)