________________
- કર્મના ખેલ, સમજવી મુશ્કેલ
જીવ અજ્ઞાનને લીધે પાપો કરે છે. તેનાથી તે કર્મો બાંધે છે. હસતા હસતા કર્મો બાંધે છે. તે કર્મોના ઉદય વખતે જીવની ભયંકર દશા થાય છે. તે કર્મોને ભોગવતી વખતે જીવને રડવાનો વારો આવે છે. કર્મ સબળાને નબળા કરી નાંખે છે. કર્મ રાજાને રંક બનાવી દે છે. કર્મ શ્રીમંતને ભિખારી બનાવી દે છે. કર્મ બુદ્ધિમાનને ગાંડો બનાવી દે છે. જગતના જીવોને કર્મ કઠપૂતળીની જેમ નચાવે છે. કર્મ જીવો પાસે જુદા જુદા ખેલ કરાવે છે. કર્મ જીવોને કેવા કેવા નાચ નચાવે છે ? એ કેટલાક ઉદાહરણો વડે સમજીએ.
આદીશ્વર પ્રભુનો જીવ પૂર્વભવમાં રસ્તેથી પસાર થતો હતો. એક ખેતરમાં ખેડુત કામ કરતો હતો. તેના બળદો વારંવાર ખેતરમાં ઉગેલા પાકમાં મોટું નાંખતાં હતા. ખેડૂત વારંવાર તેમને અટકાવતો હતો. તેથી તે પોતાનું કાર્ય બરાબર કરી શકતો ન હતો. આ દશ્ય પ્રભુના જીવે પૂર્વભવમાં જોયું. ખેડુતના પૂક્યા વિના તેણે તેને સલાહ આપી કે “બળદોના મોઢે જાળી બાંધી દો એટલે તમને હેરાન નહી કરે. ખેડુતે તેમ કર્યું. બળદો ૪ ઘડી સુધી ભૂખ્યા રહ્યા. તેથી પ્રભુના જીવે બળદોને ભોજનમાં વિઘ્ન કરીને અંતરાય કર્મ બાંધ્યું. તે કર્મ છેલ્લા ભવમાં પ્રભુએ દીક્ષા લીધી ત્યારે ઉદયમાં આવ્યું. તેથી પ્રભુને ૪૦૦ દિવસો સુધી ગોચરી ન મળી. પ્રભુને ૪૦૦ ઉપવાસ કરવા પડ્યા. વણમાગી સલાહ આપીને બળદોને ૪ ઘડી ભૂખ્યા રાખ્યા, તેથી એવું કર્મ બંધાયું કે પ્રભુને ૪૦૦ દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું.
વીર પ્રભુ સંસારી અવસ્થામાં હતા ત્યાં સુધી બધી અનુકૂળતા હતી. જેવી તેમણે દીક્ષા લીધી કે તેમણે પૂર્વે બાંધેલા અશુભ કર્મો તેમની ઉપર ત્રાટક્યા. સાડા બાર વરસ સુધી તે કર્મોએ ઉપસર્ગોની ઝડી વરસાવીને પ્રભુને પરેશાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા. પ્રભુએ બધુ સમભાવે સહન કર્યું. પ્રભુના જીવે પૂર્વે અશુભ કર્મો કર્યા તો કર્મોએ તેમને છેલ્લા ભાવમાં પણ ન છોડ્યા, પોતાના બદલો લઇને જ તેઓ જંપ્યા. પ્રભુના જીવે મરીચીના ભાવમાં કુળનો મદ કર્યો તો કર્મોએ તેમને છેલ્લા ભવમાં પણ બ્રાહ્મણકુળમાં જન્મ આપ્યો. પ્રભુના જીવે મરીચીના ભાવમાં ઉસૂત્રભાષણ કર્યું તો કર્મે તેમનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધારી દીધો. પ્રભુના જીવે ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં ઘણી હિંસા કરી તો કર્મે તેમને પછીના ભવમાં નરકમાં મોકલી દીધા. સિંહના ભવમાં
(૧૪૨D) જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...