________________
કાર્ય કરનારને એ સજા પણ ફટકારે છે. એને કોઇનો ડર નથી. એ તટસ્થ છે.
ભીખારીએ એક દિવસનું ચારિત્ર પાળ્યું અને કર્મે બીજા ભવમાં એને રાજા બનાવી દીધો. ચૌદપૂર્વધર મહાત્માએ પ્રમાદ કર્યો અને કર્મે બીજા ભવમાં એમને નિગોદમાં મોકલી દીધા. આમ કર્મને કોઇની શરમ નથી. એ જીવ સામે જોઇને જીવને ફળ નથી આપતું. એ જીવના કાર્યોને જોઇને જીવને ફળ આપે છે.
આમ કર્મના ન્યાયમાં નાના-મોટા બધા શુભ કાર્યોનું ફળ મળે છે અને નાના-મોટા બધા અશુભ કાર્યોનું પણ ફળ મળે છે.
કર્મના ન્યાયની આ તટસ્થતાને વિચારી અશુભ કાર્યોથી અટકવું અને શુભ કાર્યોમાં ઉદ્યમ કરવો. લોકોની દૃષ્ટિએ શુભ કે અશુભ કાર્ય છૂપું રહી શકે પણ કર્મના કોમ્યુટરમાં તો દરેકની એન્ટ્રી થયા જ કરે છે. લોકોને ખબર ન પડે, દંડ ન મળે તો ય અશુભ કાર્ય ન કરવું, કેમકે કર્મ અવશ્ય તેનું ફળ આપશે. લોકોમાં સન્માન ન મળે, વાહવાહ ન થાય તો પણ શુભ કાર્ય અવશ્ય કરવું, કેમકે કર્મ તેનું ફળ અવશ્ય આપે જ છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર હ
૧૪૧
)