SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - ચૌદ ગુણસ્થાનકે કર્મોની સત્તા આ બંધ કે સંક્રમથી આવેલા કર્મદલિકોનો ક્ષય કે સંક્રમ ન થાય ત્યાં સુધી તેમનું પોતાના સ્વરૂપે રહેવું તે સત્તા. ક્યા ગુણસ્થાનકે કેટલી પ્રકૃત્તિઓની સત્તા હોય ? તે અહીં બતાવશે. ચૌદ ગુણસ્થાનકે કર્મોની સત્તા જાણવા પહેલા ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તેની માટે નીચેના પારિભાષિક શબ્દો સમજવા જરૂરી છે૧ ઉપશમ – બંધાયેલા કર્મોને ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચનાને અયોગ્ય બનાવવા તે ઉપશમ. એટલે જે કર્મોનો ઉપશમ થાય તેમના ઉદય, ઉદીરણા, નિધત્તિ, નિકાચના ન થાય. ટુંકમાં, ઉપશમ એટલે કર્મોને દબાવી દેવા, જેથી તેઓ પોતાનું ફળ ન બતાવી શકે. નિધત્તિ અને નિકાચનાની વ્યાખ્યા આગળ કરાશે. ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. ૨. ક્ષય - ફરીથી બંધાય નહી એ રીતે આત્મા ઉપરથી કર્મોને છુટા પડવું તે ક્ષય, ક્ષય બધા કર્મોનો થાય છે. ૩. વિસંયોજના – ફરીથી બંધાઇ શકે એ રીતે આત્મા ઉપરથી કર્મોનું છૂટા . પડવું તે વિસંયોજના. વિસંયોજના માત્ર અનંતાનુબંધી ૪ ની જ થાય છે. ' ઉપશમ શ્રેણિ કર્મોને ક્રમશઃ ઉપશમાવવા તે ઉપશમશ્રેણિ. પહેલા ત્રણ સંઘયણવાળા અપ્રમત્ત મુનિ ઉપશમશ્રેણિ માંડે. મતાંતરે ૪થા થી ૭મા ગુણસ્થાનકવાળો કોઇપણ જીવ ઉપશમશ્રેણિ માંડે. ૧. પહેલા અનંતાનુબંધી ૪ એકસાથે ઉપશમાવે ) ૪ થા થી ૭ મા (મતાંતરે વિસંયોજના કરે). ગુણસ્થાનક સુધી ૨. પછી દર્શન ૩ એકસાથે ઉપશમાવે ૩. પછી ઉપશમશ્રેણિ માંડનાર પુરૂષ હોય તો નપુંસકવેદ ઉપશમાવે. ૯ માં ગુણસ્થાનકે ૪. પછી સ્ત્રીવેદ ઉપશમાવે ૫. પછી હાસ્ય ૬ ઉપશમાવે C૧૦૨ ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy