________________
૮) વેક્રિય ૮ – દેવ ૩, નરક ૩, વૈક્રિય ૨. ૯) દેવ ૩ – દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય.એ જ રીતે નરક ૩, તિર્યંચ ૩
અને મનુષ્ય ૩ માટે સમજવું. ૧૦) દેવ ૨ – દેવગતિ, દેવાનુપૂર્વી. એ જ રીતે નરક ૨, તિર્યંચ ૨ અને મનુષ્ય
૨ માટે સમજવું. ૧૧) સ્થાવર ૪ – સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ૧૨) સૂક્ષ્મ ૩ – સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ૧૩) દુર્ભગ ૩ – દુર્ભગ, દુઃસ્વર, અનાદેય. ૧૪) અસ્થિર ૨ – અસ્થિર, અશુભ. ૧૫) વર્ણાદિ ૪ – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. ૧૬) હાસ્ય ૪ – હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. ૧૭) હાસ્ય ૬ – હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. ૧૮) અગુરુલઘુ ૪ – અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ ૧૯) ત્રસ ૩ – ત્રસ, બાદર, પર્યાપ્તા. ૨૦) સ્થાવર ૨ – સ્થાવર, સૂક્ષ્મ ૨૧) આતપ ૨ – આતપ, ઉદ્યોત. રર) પ્રત્યેક ૩ – પ્રત્યેક, સ્થિર, શુભ. ૨૩) ખગતિ ૨ - શુભવિહાયોગતિ, અશુભવિહાયોગતિ. ૨૪) અસ્થિર ૬ – અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ.
આવી રીતે અન્ય સંજ્ઞાઓ પણ સમજી લેવી. ૨૫) કુલ ૧૫૮ પ્રકૃતિ છે. સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીય બંધાતી નથી. બંધન
૧૫ અને સંઘાતન પનો પાંચ શરીરમાં સમાવેશ થાય છે. વર્ણાદિ ૪ ના મૂળ ચાર ભેદ ગણ્યા છે, અવાંતર ભેદ ગણ્યા નથી. તેથી ૧૫૮-(૨ + ૧૫+ ૫ + ૧૬) = ૧૨૦ પ્રકૃતિ થાય છે. ચૌદ ગુણસ્થાનકોમાં આ ૧૨૦ પ્રકૃતિઓના આધારે બંધ કહેવાશે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
અC૮૭
)