________________
- ચૌદ ગુણસ્થાનકે કર્મોનો બંધ
બંધની વ્યાખ્યા પૂર્વે કરી છે. ક્યા ગુણસ્થાનકે રહેલો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? તે અહીં બતાવાશે. તે માટે કેટલીક સંજ્ઞાઓ સમજવી જરૂરી છે. તે આ પ્રમાણે ૧) બંધવિચ્છેદ – જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય તે
ગુણસ્થાનક સુધી તેટલી પ્રકૃતિઓ બંધાય, પછી ન બંધાય. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય તેટલી સંખ્યા તે ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓમાંથી બાદ કરી પછીના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિ સમજવી. ઉદયવિચ્છેદ વગેરેની વ્યાખ્યા પણ આ જ રીતે સમજવી. અબંધ – જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો અબંધ હોય તે ગુણસ્થાનકથી અમુક ગુણસ્થાનક સુધી તેટલી પ્રકૃતિઓ ન બંધાય, પછી બંધાય. જ્યાંથી બંધાય ત્યાં બંધ વધે એમ જણાવેલ છે. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો અબંધ હોય તેટલી સંખ્યા તેની પૂર્વેના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓમાંથી બાદ કરી તે ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિ સમજવી જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો બંધ વધે તેટલી સંખ્યા તેની પૂર્વેના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓમાં ઉમેરી તે ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિ સમજવી. અનુદય, ઉદય
વગેરેની વ્યાખ્યા પણ આ જ રીતે સમજવી. ૩) દારિક ૨ – દારિક શરીર, દારિક અંગોપાંગ. એ જ રીતે વૈક્રિય
૨, આહારક ૨ માટે સમજવું. અહીં દારિક શરીર એટલે ઓદારિક શરીર નામકર્મ સમજવું. એ જ રીતે આગળ અને પાછળ બધે દરેક નામની
પાછળ કર્મ શબ્દ લખ્યો નથી, પણ સમજી લેવો. ૪) જાતિ ૪ – એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ. ૫) થિણદ્ધિ ૩ – નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ. ૬) અનંતાનુબંધી ૪– અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી
માયા, અનંતાનુબંધી લોભ. એ જ રીતે અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય
૪, સંજ્વલન ૪ માટે સમજવું. ૭) નિદ્રા ૨ – નિદ્રા, પ્રચલા
© C૮૬ DD) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...