SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) ધ્યાન – મન-વચન-કાયાના યોગોની એકાગ્રતા અને તેમનો નિરોધ તે ધ્યાન. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણેa) આર્તધ્યાન – પીડામાં થતી યોગોની એકાગ્રતા તે આર્તધ્યાન. તેના ચાર પ્રકાર છે૧) ગમતી વસ્તુ મળે તેની અથવા મળી ગઈ હોય તો જાય નહી તેની ચિંતા. ૨) અણગમતી વસ્તુ ન મળે તેની અથવા મળી ગઇ હોય તો જાય તેની ચિંતા. ૩) રોગની ચિંતા. ૪) ધર્મારાધનાના બદલામાં સાંસારિક તુચ્છ લાભો માંગવા. b) રૌદ્રધ્યાન – અશુભ બાબતોનું ભયંકર ચિંતન તે રૌદ્રધ્યાન. તેના ચાર પ્રકાર છે૧) જીવોની હિંસાનું તીવ્ર ચિંતન-હિંસાનુબંધી ૨) ગાઢ અસત્યની વિચારણા-મૃષાનુબંધી ૩) ચોરીનું તીવ્ર ચિંતન-સ્તેયાનુબંધી ૪) પરિગ્રહના રક્ષણની તીવ્ર ચિંતા-સંરક્ષણાનુબંધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્મનો બંધ કરાવનારા છે, કર્મની નિર્જરા કરાવનારા નથી. માત્ર તેમનું સ્વરૂપ બતાવવા અહીં જણાવ્યા છે. c) ધર્મધ્યાન – ધર્મમાં યોગોની એકાગ્રતા તે ધર્મધ્યાન. તેના ચાર પ્રકાર છે૧) આજ્ઞાવિચય – ભગવાનની આજ્ઞાની વિચારણા. ૨) વિપાકવિચય – કર્મના ફળની વિચારણા. ૩) અપાયરિચય - વિષયો, કષાયો વગેરેના નુકસાનની વિચારણા. ૪) સંસ્થાનવિચય – ચૌદ રાજલોકના સ્વરૂપની વિચારણા. શુકલધ્યાન - ઉજ્જવળ એવું ધ્યાન તે શુકલધ્યાન. તેના ચાર પ્રકાર છે૧) પૃથકત્વવિતર્કસવિચાર – પૃથકત્વ = જુદા જુદા દ્રવ્ય-પર્યાયો. વિતર્ક = શ્રુત. વિચાર = શબ્દ, અર્થ અને યોગની પરાવૃત્તિ. ૮૦D) રેન દષ્ટિએ કર્મવિજ્ઞાન....
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy