SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલસાલા | ૪૩ શાળામાં ગંભીર વેદપઠનના શબ્દો, રુદ્રમંદિરમાં મનહર ચિત્તાકર્ષક ગીતનાદે, ધાર્મિક મઠમાં ગળું ફાટી જાય તેવા શબ્દ, કાપાલિકાના ઘરમાં ઘંટા ડમરૂકના શબ્દ, ચૌટા વચ્ચે આવેલા શિવમંદિરમાં વાર્જિવ અને પકારના શબ્દ, મકાનેમાં ભગવદ્ગીતાનાં પારાયણ અને ધૂનના શબ્દો, જિનમંદિરમાં સદભૂત યથાર્થ ગુણની રચનાવાળાં સ્તુતિસ્તંત્રના શબ્દો, બુદ્ધમંદિરમાં એકાંત કરુણ રસવાળાં અર્થ ગર્ભિત વચને, નગરગૃહમાં વગાડેલા મોટા ઘંટનાદે, કાર્તિકસ્વામીના મંદિરમાં એર કૂકડા અને ચકલાંના શબ્દો અને ચાં દેવમંદિરોમાં મને હર કામિનીઓનાં ગીતેના તેમ જ મૃદંગ મધુર સ્વરો સંભળાય છે. વળી– bઈ જગ્યાએ ગીતને અવાજ, કઈ જગ્યાએ તબલાંને અવાજ તથા કઈ જગ્યાએ એક સાથે બેલતાં ભજનઆરતીને અવાજ રાત્રિ શરૂ થતી હતી તે સમયે સંભળાતું હતું.' વળી કામિનીગૃહમાં કેવા કેવા શબ્દો સંભળાતા હતા ? અરે પલ્લવિકા, શયનગૃહ બરાબર તૈયાર કર, ચિત્રામણવાળી ભિતિઓ ઝાપટી નાખ, મંદિરામાં કપૂર નાખ, પુપમાળાનું ગૃહ તૈયાર કર, ભૂમિ ઉપર પલની ભાત અને રંગોળીની રચના કરે, પુછપની પથારી બનાવ, ધૂપઘટકા સળગાવે, મધુર શબ્દ બોલનારાં પાળેલાં પક્ષીએના સંગ કરે, નાગરવેલનાં પાનનાં બીડાં તૈયાર કરો, કપૂર એલચી વગેરેની પેટી મૂકે, કલક(સુગંધી ફળ)ની ગોળીઓ નાખે, ગવાક્ષમાં શમ્યા તૈયાર કરે, શિંગડાં આપો, ગળાનું આભૂષણ મૂકજે, ચાકળ નાખજે, દીપક પ્રગટાવજે, મદિર અંદર લાવજે, વાળ સરખા કરી વધારે વખત સુધી સ્માનભાજનમાં સ્નાન કરજે, મદિરાની પ્યાલી પાછી માગી લે, દારૂ ભરેલા પ્યાલા હાથમાં આપ અને શયન પાસે જુદા જુદા મેવા, મીઠાઈ અને પીણું ગોઠવજે.” - કવિએ પ્રકૃતિનાં વિવિધ પ્રકારનાં વર્ણને કર્યા છે. તેવી રીતે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy