SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ / પડિલેહા વિખૂટુ" પડયું", જેમ પતિ પાછળ લાલ કસુંબા પહેરી કુલબાલિકા સતી થાય છે તેમ સૂરૂપી નરેન્દ્રના અસ્ત થયેલા જાણી કુસમ સરખું લાલ આકાશ ધારણ કરનારી સજ્યા સૂય પાછળ સમુદ્રમાં મૃત્યુ પામી. વળી, ખલ-ભાગી અને પત્નીના પિયરનાં માણસા યાચના કરે તે સમયે તેમનાં મુખ ઘેાડાં ઝાંખાં પડે તેમ થેડા: અંધકારસમૂહ વડે દિશાપત્નીઓનાં મુખ શ્યામ બની ગયાં. મિત્ર-વિયેાગરૂપી અગ્નિમાં બળતાં હૃદયાવાળાં પક્ષીએ વ્યાકુળ બની. વિલાપ કરવા લાગ્યાં અને ઈર્ષ્યાળુ રાજાની રાણીઓની જેમ દૂર નજર કરતી દૃષ્ટિએ રાકાઈ ગઈ. ત્રિભુવનના ગૃહસ્વામી કાળધ પામે તેવી રીતે સૂર્યં અસ્ત થતાં સ ંધ્યા સમયે લેાકેાના શારબંકારના ઉદ્દામ અવાજરૂપી રુદન જાણે દિશાપત્નીઓ કરતી હતી.’ ‘તે સમયે ભુવનતલમાં કયા વૃત્તાન્ત પ્રવા` રહ્યો હતા ? જંગલ-માંથી ગોધન ચરીને પાછું ઘર તરફ આવી રહ્યું હતું. ચારનાં ટાળાં બહાર નીકળ્યાં હતાં. મુસાફરોના સમુદાય મુકામ નાખતા હતા. વ્યભિચારી, વેશ્યા વારાંગનાઓ ઉત્કંઠિત થયાં હતાં, મુનિવા સધ્યેાપાસનાના કાર્ટીમાં રાકાઈ ગયા હતા, ચક્રવાકી વિરહદુઃખ અનુભવતી હતી. સ્ત્રીપુરુષોનાં હૃદય ઉચ્છ્વાસ લઈ રહ્યાં હતાં, બ્રાહ્મણાનાં ગૃહેામાં ગાયત્રીને જાપ ચાલી રહ્યો હતા. કાકાકૌઆ મૌન બની ગયા હતા, ઘુવડ કરવા માંડયાં હતાં. પિગલિક પક્ષીઓ ચિલ ચિલ શબ્દ કરતાં હતાં. પક્ષીએ કૂજન કરતાં હતાં, કાકિણીએ નાચવા લાગી હતી. ભૂતા કરવા લાગ્યાં હતાં. શિયાળા રડવા લાગ્યાં હતાં. વળી વૃક્ષેાની અંદર પક્ષીએ નિદ્રાધીન બન્યાં હતાં. અને ખા ક જેમ માતાની સેાડમાં સૂઈ જાય તેમ વનરાજિ સૂઈ ગઈ હતી.’ આવા સંધ્યાસમયે કેવા કેવા શબ્દો કઈ કઈ જગ્યાએ સંભળાવા લાગ્યા ? મંત્રજાપ કરવાના મંડપેાની અંદર હવનમાં ઘી, તલ અને સમિધની આકૃતિના તાતા શબ્દો, બ્રાહ્મણેાની પાઠ–
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy