SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૮૩ આખ્યાન' નામની રાસકૃતિની રચના કરી છે. જૈન સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવયિત્રી છે. ' કવિ નયસુંદર પંડિતકવિ હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ફારસી ઇત્યાદિ ભાષાઓના પણ સારા જાણકાર હતા. એમણે કાવ્ય-- શાસ્ત્રને પણ સારે અભ્યાસ કર્યો હશે એમ એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે. કવિ નયસુંદરની કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ છે: (૧) યશોધરતૃપ ચોપાઈ (ઈ.સ. ૧૫૬૨), (૨) રૂપચંદકુંવર રાસ (ઈ.સ. ૧૫૮૧), (૩) શત્રુંજયમંડન તીર્થોદ્ધાર રાસ (ઈ. સ. ૧૫૮૨). (૪) પ્રભાવતી રાસ (ઈ.સ. ૧૫૮૪), (૫) સુરસુંદરી રાસ (ઈ.સ. ૧૫૯૦), (૬) નળદમયંતી રાસ (ઈ.સ. ૧૬૦૯), (૭) ગિરનાર ઉદ્ધાર રાસ, (૮) શીલરક્ષા પ્રકાશ રાસ (ઈ.સ. ૧૬૧૩), (૮). આત્મપ્રતિબંધ, (૧૦) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, (૧૧) શાંતિનાથ સ્તવન. કવિની આ કૃતિઓમાં ‘નળદમયંતી રાસ” અને “રૂપચંદકુંવર રાસ’ એમની સમર્થ કૃતિઓ છે. | નળદમયંતી રાસ-કવિ નયસુંદર રાસકૃતિ “નળદમયંતી. રાસ' એ વિષયની જૈન પરંપરાની અન્ય રાસકૃતિઓ કરતાં જુદી જ ભાત પડે છે. કવિએ ઈ.સ.૧૬૦૮માં કરેલી આ રાસની રચના માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય “નલાયન ને આધાર લઈને કરી છે. જૈન પરંપરામાં “નલાયન’ મહાકાવ્ય એક વિલક્ષણ કૃતિ છે કારણ કે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયને પ્રયાસ થયો છે. દશ સ્કંધના ૯૯ સર્ગના ૪૦ ૫૦ શ્લેકમાં લખાયેલા આ મહાકાવ્યને કવિ નયસુંદરે સોળ પ્રસ્તાવની લગભગ ૨૪૦૦ કડીમાં ઉતાર્યું છે. એથી. દેખીતી રીતે જ મૂળ કૃતિના શબ્દશઃ અનુવાદને આ રાસમાં અવકાશ. નથી. કેટલેક સ્થળે નયસુંદરે મૂળના પ્રસંગ જતા કર્યા છે, તે કેટલેક સ્થળે કલ્પનાને વિસ્તાર કર્યો છે, તે કેઈક સ્થળે પિતાની કલ્પના પ્રમાણે ઉમેરા પણ કર્યા છે. કત. “નલાયન’ મહાકાવ્યમાં.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy