SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ | પડિલેહ - રહેલે હતા, એમ એમની કૃતિઓનાં રચનાસ્થળ જોતાં જણાય છે. એમણે ઈ.સ. ૧૫૫૮માં નાગર નગરમાં, “આરાધના ચોપાઈ,” ઈ.સ. ૧૫૬માં અઢાર નાતરાંની સઝાય, ઈ.સ. ૧૫૬૧માં કનકપુરીમાં કુમતિવિધ્વંસન ચોપાઈ, ઈ.સ. ૧૫૬રમાં બિકાનેરમાં “મુનિપતિચરિત્ર ચોપાઈ', ઈ.સ. ૧૫૬૬માં રાજલદેસરમાં “સુપન સઝાય', ઈ.સ. ૧૫૬૮માં સવાલખ દેશમાં “સમ્યકત્વ કૌમુદી રાસ,” ઈ.સ. ૧૫૭૬માં વાસડે નગરમાં “જંબુચોપાઈ', ઈ.સ. ૧૫૮૭માં બિકાનેરમાં “જીભદાંત સંવાદ” આટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જે હજુ અપ્રકાશિત છે. કવિ હીરકલશ જ્યોતિષના પણ સારા જાણકાર હતા અને એમની “જ્યોતિષસાર' નામની પદ્યમાં રચેલી એક કૃતિ પણ મળે છે. એમની રાસ સઝાઈ ઇત્યાદિ કૃતિઓમાં ક્યારેક કૃતિની રચના સાલ ઉપરાંત માસ-તિથિની સાથે નક્ષત્રને પણ ઉલ્લેખ થયેલું હોય છે. વળી, કવિ પોતાની કેટલીક કૃતિઓમાં પિતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિથી નામોલ્લેખો સાથે દર્શાવે છે. કવિની કૃતિઓમાં ૬૮૩ કડીમાં રચાયેલી “સમ્યકાવ કૌમુદી રાસ', ૮૩ કડીમાં રચાયેલી “આરાધના ચેપાઈ” તથા “કુમતિવિવંશ ચોપાઈમાં કથાનિરૂપણ કરતાં તત્ત્વચર્ચા વિશેષ થયેલી છે. કવિની સુદીર્ઘ કૃતિ તે સિંહાસનબત્રીસી' છે, જે બે હજાર કરતાં વધુ કડીમાં લખાયેલી છે. વાચક નયસુંદર ઈ. સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચછની પરંપરામાં શ્રી ધનરત્નસૂરિના બે શિષ્ય ભાનુમેરૂ ઉપાધ્યાય અને વાચક માણિક્યરન એ બે પૈકી ભાનુમેરૂના શિષ્ય હતા. તેઓ માણિક્યરત્નના લઘુ બંધુ હતા એ પોતે પોતાની રાસકૃતિઓમાં ઉલેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા તે સાધ્વી શ્રી હેમશો-જેમણે “કનકાવતી,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy