SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી | ૧૦૯ જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતનું ખંડન કર્યું છે અને જિન-પ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથે ઉપરાંત, એન્દ્રસ્તુતિઓ, ઉપદેશ-રહસ્ય, આરાધકવિરાધક, ચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિડવ્યેક્તિ, ધર્મ પરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશદ ગતિવાદ, પંચનિગ્રંથી પ્રકરણ, પરમતિ પંચવિંશિકા, પરમાત્મપંચવિંશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલવિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્યા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્શ્વત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વર પાર્થસ્તોત્ર, સમીકાપાર્શ્વસ્ત્રોત્ર, સામાચારી પ્રકરણ, તેત્રાવલિ ઈત્યાદિ મિલિક ગ્રંથની રચના શ્રી યશોવિજય મહોપાધ્યાયજીએ કરેલી છે. આ ઉપરાંત, તેમણે અષ્ટસહસ્ત્રી વિવરણ, કર્મ પ્રકૃતિ-બૃહદ ટીકા, કર્મપ્રકૃતિ–લઘુ ટીકા, તત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મ સંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, વેગવિશિક વિવરણ, શાસ્ત્રવાર્તા સમુરચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્તવપરિણા. પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથની રચના કરી છે. શ્રી યશોવિજ્યના કેટલાક ગ્રંથે હજુ પણ અનુપલબ્ધ છે. આવા અનુપલબ્ધ ગ્રંથમાંથી, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિટીકા, ન્યાયબિંદુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે પચીસ કરતાંયે વધુ ગ્રંથને ઉલ્લેખ મળે છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ મલિક ગ્રંથ અને ટીકા ગ્રંથે મળીને લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથની સંસકૃત પ્રાકૃતમાં મહેપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વત્તા અને પ્રતિભાને સારો પરિચય આપણને મળી રહે છે. ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ. કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy