SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધર્મ અને ધર્મ નાયક માનવામાં આવતી અને ૭૨ કલાનો અધિકારી શિક્ષિત તરીકે ઓળખાતે. ભલા! જેણે ૭૨ કલાને હસ્તગત કરી છે તે કઈ દિવસ ધનપ્રાપ્તિ માટે બીજાનું મુખ તાક ખરો! નોકરી માટે દુકાને દુકાને ફરે ખરે ? જે ૭૨ કલાને વિશારદ હોય છે તે હમેશાં સ્વતંત્ર બધે જ કરે છે. તેનું માનસ જ કલાશિક્ષણથી એવું ઘડાઈ જાય છે કે તે કોઈની નોકરી કે ગુલામી કરી શકતો નથી. કલાવિશારદનું માનસ હમેશાં સ્વતંત્ર જ હોય છે. તે કેાઈને પરાધીન રહેવા માંગતા જ નથી. આજને M. A, પાસ થયેલ કે B. A. પાસ થએલ ભલે “બધી કલાને વિશારદ-Master of Arts, ગણુતે હેય પણ વાસ્તવમાં તે એક પણ કલાને સંપૂર્ણ વિશારદ હોતા જ નથી. “કલા” શબ્દની વ્યાખ્યા કરવામાં તેઓ પુસ્તકની પુસ્તક ભલે લખી નાખે પણ તેમના જીવનમાં “કલાને સ્પર્શ સુદ્ધાં થયે હોતે નથી. અને તે જ કારણ છે કે આજને કલાવિશારદ-Master of Arts-નોકરી માટે ૫૦-૬૦ રૂપિયાની કમાણ માટે-દુકાને દુકાને હાથ લંબાવતે ફરે છે. અત્યારે “કલાનું શિક્ષણ જ આપવામાં આવતું નથી; કેવળ ગુલામીનું શિક્ષણ આપવામાં આવે છે. ગુલામી શિક્ષણને બદલે કલાનું શિક્ષણ ઊગતી પ્રજાને આપવાને પ્રબંધ કરે એ પ્રશાસ્તા વિરસંરક્ષકસ્થવિરનું પ્રાથમિક અને આવશ્યક કર્તવ્ય છે. આજની ઊગતી પ્રજા એ ભવિષ્યની ભાગ્યવિધાત્રી છે, એ સૌ કઈ જાણે છે. પણ એ ઊગતી પ્રજાને ઉન્નત બનાવી ભાગ્યવિધાત્રી બનાવવી એ સંરક્ષકનું કર્તવ્ય છે. ઊગતી પ્રજા એટલે આજની ઊગતી સુત્ર-પુત્રી, કુમાર કુમારિકા, બાળક-બળિકા છે. જેમ બાળકને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે દરેક ઉપાયો લેવામાં આવે છે તેમ કુમારિકા કે બાળકોને સુસંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે સંરક્ષકએ પ્રયત્ન કરે જોઈએ-ઉપેક્ષા જરાપણ કરવી ન જોઈએ. જે રાષ્ટ્રમાં સ્ત્રી જાતિને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે ઉપેક્ષાભાવ સેવવામાં આવે છે તે રાષ્ટ્ર ઉન્નત બની શકતો નથી.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy