SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશાસ્તાસ્થવિર ૨૦૫ તેની સામે ઊભે થાય છે અને પૈસાની માગણી કરે છે ત્યારે નિસ્તેજ પૈસાવાળે ગભરાય છે અને બીજાની રક્ષા ચાહે છે. ત્યારે ધન તેનું રક્ષણ કરી શકતું નથી. ધનવાન પુરુષ માને છે કે, ધનના બળે અમે અમારું રક્ષણ કરી શકીશું. પણ વાસ્તવમાં તન-મનને સબળ બનાવ્યા વિના કેવળ ધન રક્ષણ કરી શકતું નથી. તન-મનને સબળ બનાવવા માટે શિક્ષણની અતિ જરૂર રહે છે. આપણું પૌર્વાત્ય શિક્ષણસંસ્કૃતિ તનમનને સબળ-સ્વસ્થ બનાવવાની સર્વપ્રથમ શિક્ષાદીક્ષા આપે છે. જ્યારે આજની પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિ તન-મનને વેચીને ધનને સર્વપ્રથમ પ્રાપ્ત કરવાની શિક્ષાદીક્ષા આપે છે. જો તન-મન સ્વસ્થ અને સબળ હશે તે ધન દેડતું આવશે; પણ જે તન-મન નિર્બળ હશે તે ધનરાશિ પણ હાથમાં રહી શકવાની નથી. જે રાષ્ટ્રમાં તનમનને સ્વસ્થ અને સબળ બનાવવાની શિક્ષાદીક્ષા આપવામાં આવતી નથી પણ કેવળ ધનપ્રાપ્તિ માટે તનમનને વેચી નાંખવાની શિક્ષા આપવામાં આવે છે તે રાષ્ટ્રનું ઉત્થાન થવાને બદલે પતન જ થાય છે. ભારતદેશને ગુલામ બનાવવાની આ ચાવી મેલે જેવા શાસનકારોએ ઉપયોગમાં લીધી અને ભારતમાતાના સપૂતને ગુલામીની શિક્ષા આપી ગુલામગીરીને શિરપાવ આપ્યો. આજે ભારતના ખૂણે ખૂણે જે બેકારીનું ભયંકર ભૂત ભારતીયોને ડરાવી ત્રાસ આપી રહ્યું છે તેનું મુખ્ય કારણ આજની દૂષિત શિક્ષાપ્રણાલી જ છે. આજે ભારતમાતાનું જીવનધન યુવકલ્હદય પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિની પછવાડે પાયમાલ થઈ ગયું છે. આજને નવલહિયે જુવાનજોધ પુરુષ નિર્બળ, નિસ્તેજ, સાહસશૂન્ય, અકર્મણ્ય, હતોત્સાહ અને નિરાશ જણાય છે તેનું કારણ આજની દૂષિત શિક્ષાપ્રણાલી સિવાય બીજું શું છે! આજની શિક્ષાપ્રણાલીમાં માનસિક શિક્ષા અને ઔદ્યોગિક શિક્ષાને જરાપણ સ્થાન નથી જ્યારે પ્રાચીન સમયમાં શારીરિક, માનસિક, ઔદ્યોગિક, સંગીત, વાદ્ય, આદિ ૭૨ કલાને શિક્ષા
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy